તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિંતા:દેશમાં અન્ય સમાજની દ્રષ્ટિએ આદિવાસીઓ પાછળ: સાંસદ

રાજપીપળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રિય નાણામંત્રીને પત્ર લખ્યો

ઈકો સેન્સેટિવ કાયદાની વિરૂદ્ધમાં આદીવાસીઓના હિત માટે સાંસદ પદેથી અને પક્ષમાંથી રાજીનામુ ધરી દેનાર ગુજરાતના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ દેશના કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આઝાદી પછી દેશના આદીવાસીઓનો જે રીતે વિકાસ થવો જોઈએ એવો થયો નથી, ભાજપના શાસન પછી જ વિકાસ દેખાઈ રહ્યો છે અને આદિવાસીઓના વિકાસ માટે ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે.પરંતુ દેશમાં અન્ય સમાજની સામે આદીવાસી સમાજ પાછળ છે.સિંચાઈની સુવિધાના અભાવે સિંચાઈ સુવિધાના અભાવે રોજી રોટી માટે આદિવાસીઓએ અન્ય શહેરોમાં જવું પડે છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું નીચું સ્તર સુધારવું જરૂરી છે, આદીવાસી અને પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં એડમિશન તો મળે છે પણ યોગ્ય રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ.

શહેરી વિસ્તારમાં રહેતા આદિવાસીઓને આવાસ બનાવવા જમીન નથી. તેવા ગરીબ પરિવારના લોકોને રહેવા લાયક જમીનની વ્યવસ્થા કરવી જોઈએ.દેશમાં ચાલી રહેલી મોટી મોટી પરિયોજનામાં જે પણ આદીવાસી ખેડૂતની જમીન સંપાદિત થાય છે અથવા જેમને વિસ્થાપિત કરાય છે એમને જમીન અને પ્રાથમિકતાના આધારે પરિયોજનામાં રોજગારી ઉપલબ્ધ કરાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો