તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ અભિયાન:નર્મદા જિલ્લાના લોકોને ઓનલાઇન ફ્રોડથી બચાવવા નર્મદા પોલીસનું જાગૃતિ અભિયાન

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિર્ભયા સ્કોર્ડની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જઇને લોકોને સમજાવી જાગૃત કરી રહી છે

તાજેતરમાં ઓનલાઇન છેતરપિંડી વધી ગઈ છે. તમારો વીમો પાક્યો છે, તમારી લોટરી લાગી છે.તમારું ATM બંધ થઇ ગયું છે આવા અનેક બહાનાઓ બતાવી બેન્ક એકાઉન્ટ નંબર અને ઓટીપી માંગી તમારી સાથે છેતરપીંડી કરે એવા કિસ્સા હાલ ખુબ વધી ગયા છે. જેથી પોતાની બેંકની માહિતી અપાતા પહેલા વિચાર ચોક્કસ કરજો આ સલાહ હાલ નર્મદા પોલીસ જાહેર જનતાને આપી રહી છે. કેમકે મહેનત ના રૂપિયા કોઈ બીજો ના લૂંટી જાય તાજેતર માં એક વ્યક્તિ એ SOU ટિકિટ બુક કરવામાં કોઈ ફ્રોડે OTP માંગતા તેના ખાતામાં થી 3 લાખ રૂપિયા ઉપાડી લીધા બોલો .. આવી કેટલીક બાબતોને ગંભીરતા આપી જિલ્લા નર્મદા ખાતે પોલીસ અધિક્ષક હિંમતકર સિંહની સૂચના થી સાયબરક્રાઇમ અંગે જાણકારી આપતું એક જાગૃતિ માટે હેન્ડબીલ બનાવી લોકોમાં વિતરણ કરવામાં આવ્યું.

ડીવાયએસપી ચેતના ચૌધરીના નેતૃત્વમાં લોકોને આ બાબતે સાવચેતી રાખવા માટે અને લોકોને સમજ પાડવા માટે નિર્ભયા સ્કોડ ને કામ સોંપવામાં આવ્યું હતુ.નિર્ભયા સ્કોટ ના ઇન્ચાર્જ પીએસઆઇ કે.કે.પાઠક ની આગેવાનીમાં નિર્ભયા ટિમ ની મહિલા કર્મીઓ ગામેગામ જઈને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપી રહ્યા છે. જો કોઈ ગામમાં જાગૃતિ માટે ટીમ જાય અને ગામમાં કોઈ ના હોય તો પરત નહિ આવવાનું પણ તેઓ જે ખેતરોમાં કામ કરે છે ત્યાં જઈને પણ માહિતી આપી જાગૃતિ લાવવા નું ઉત્તમ કામ હાલ નિર્ભયા ટીમ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...