તિલકવાડાના એક ગામની 16 વર્ષની આદિવાસી સગીરા ને એકલી જોઈ એક મુસ્લિમ યુવાને ઘરમાં ઘુસી તેની સાથે શારીરિક અડપલાં કરી બળજબરી પૂર્વક દુસ્કર્મ કરવાની કોશિશ કરતા સગીરાએ તિલકવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.તિલકવાડા નજીકના એક ગામમાં રહેતો સાજીદમહમદ પેરાસાહેબ ઘોરી પોતે મુસ્લીમ હોય અને એક ગામની સગીરા અનુસુચિત જન જાતિની હોવા જાણતો હોવા છતા સગીરાના ઘરે રોટલા બનાવતી હતી.
તે વખતે યુવાન સગીરાના ઘરે મોટર સાઈકલની ચાવી આપવા ગયેલ તે વખતે સગીરાને એકલી જોઈ તેનો હાથ પકડી તેને શારીરિક અડપલાં કરવા લાગ્યો સગીરાએ વિરોધ કરવા છતાં જબરજસ્તી થી દુસ્કર્મ ની કોશિશ કરવા લાગ્યો હતો એટલે સગીરાએ બુમરાણ મચાવતા આજુબાજુથી લોકો દોડી આવતા યુવાન ભાગી ગયો જે બાબતની તેના પરિવારને જાણ થતા પરિવાર સાથે સગીરા તિલકવાડા પોલીસ સ્ટેશન જઈ પોલીસને હકીકત સંભળાવતા પીએસઆઇ એમ.બી.વસાવાએ ફરિયાદ નોંધી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.