ક્રાઈમ:બર્થડે પાર્ટીની બાતમી આપ્યાની શંકાએ માજી સરપંચ પર હુમલો

રાજપીપળા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાંદોદ તાલુકાના વાગેથા ગામે બનેલી ઘટના

નાંદોદ તાલુકાના વાઘેથા ગ્રામ પંચાયતના માજી સરપંચ ચંદ્રકાંત મનસુખ વસાવા પોતાના ખેતરમાં બેઠા હતા એ દરમિયાન ગામના પ્રિતેશ દાવનજી વસાવાએ અચાનક આવી હુમલો કર્યો હતો, તેની સાથે વિરલ બચુ વસાવા, સુનિલ મહેંદ્ર વસાવા, રેખાબેન મહેંદ્ર વસાવા ગીરીશ સોમા વસાવા સાથે હતા. જેમણે માહિતી કેમ આપી એમ કહી અપશબ્દો બોલી કહેવા લાગ્યા કે “તું પોલીસને દારૂ વેચવા અંગેની બાતમી આપે છે. જેથી પોલીસ અમારા ઘરે તેમજ ગામમા અવાર નવાર આવી રેડ કરે છે. હવે પછી જો અમારી બાતમી આપીશ તો જાનથી મારી નાખીશુ” તેમ કહી માર મારતા રાજપીપલા સિવિલ માં સારવાર હેઠળ છે.  માજી સરપંચ ચંદ્રકાંત વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ લોકડાઉનમાં બર્થડે પાર્ટી મનાવતા 9 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો, ત્યારે એ બાતમી અમે આપી હોવાનો આ લોકોએ આક્ષેપ લગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...