સંગીત સંધ્યા:રાજપીપળાની મિરેકલ હવેલીમાં સિનિયર સિટીઝન્સે જૂની ફિલ્મોના સદાબહાર ગીતોની રાજાઝટ બોલાવી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેં સાયર તો નહિં...ગાઈ સિનિયર સિટીઝનોએ યુવાનીના દિવસો યાદ કર્યા, અમેરિકન ગેમ રમ્યા

રાજપીપલામાં NRI બક્ષી પરિવાર દ્વારા અંદાજિત 6 કરોડ ના ખર્ચે એક ભવ્ય શ્રી કૃષ્ણ હવેલી બનાવી છે. આખી હવેલી સેન્ટ્રલ એસી છે. જેમાં મોટો હોલ સાથે જીમ, કોમ્પ્યુટર રૂમ,લાઈબ્રેરી સહીત લોકોના ઉપયોગમાં આવી શકે એવી વસ્તુઓ છે માત્ર ને માત્ર સ્થાનિક રાજપીપળાના લોકોના સેવા માટે બક્ષી પરિવારના આશિતભાઇ બક્ષી એ આ હવેલી બનાવી છે.

જેના થકી કોરોના કાળમાં પણ અનેક દાન, સહાય કરતી આવી છે. તાજેતરમાં જ જરૂરિયાત મંદોને ફ્રીઝ અને ટીવીનું પણ વિતરણ કર્યું હતું ત્યારે મિરેકલ હવેલીમાં જે વૃધ્ધ છે જેમણે પોતાની જિંદગી જીવી ચુક્યા છે. જેઓ હાલ સુસુપ્ત થઇ ગયા હોય એવા સિનિયર સીટીઝનો ને ભેગા કરી અસિતભાઈ બક્ષી અને તેમની ટીમે મોઝ કરાવી તેમની જુવાની યાદ કરાવી દીધી.

રાજપીપલા સિનિયર સીટીઝન પેન્શનર્સ મંડળના સભ્યો નો પરિવાર સાથે રાજપીપળાની શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી માં એક જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તમામ સિનિયર સીટીઝન વડીલોને આશિતભાઇ બક્ષી દ્વારા મિરેકલ હવેલીમાં સ્વાગત કરવામાં આવ્યું. મંડળના પ્રમુખ યુ.સી.શેઠ, મહેશ દલાલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

મ્યુઝિકલ નાઈટની જેમ સ્વદેશી સદાબહાર ફિલ્મી ગીતો કે જેમને ગાવાનો શોખ છે તેમને ગીતો ગઈને પોતાની કોલેજ, મિત્રો સહીત જૂની યાદો તાજા કરી, અમેરિકન ગેમ્સ પણ રમાડવામાં આવી હતી. આમ સિનિયર સિટિઝનોએ મિરેકલ હવેલીમાં મોઝ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...