પાણીની આવક:સતત બીજા વર્ષે નર્મદા ડેમના 15 ગેટ ખોલાયા, આશાના દરવાજા ખૂલ્યા, ડેમ 77% ભરાયો

રાજપીપળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં ત્રણ વર્ષ વરસાદ પડે નહીં તો પણ જળસંકટ સર્જાશે નહીં

ઉપરવાસમાંથી 45395 ક્યુસેક પાણીની આવક સાથે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી શુક્રવારે સાંજે 7 વાગે 130.99 મીટર પહોંચી છે. ડેમમાંથી 1 થી 2 લાખ ક્યુસેક પાણી છોડવાના મેસેજના 2 દિવસ બાદ શુક્રવારે ઓમકારેશ્વર ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાતાં સાંજે નર્મદા ડેમના 30 પૈકી 15 દરવાજા 3 ફૂટ ખોલી 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડ્યું છે. 24 કલાકમાં ડેમની સપાટી વધે તેવી શક્યતા વચ્ચે સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલાતા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.

રિવર બેડ પાવર હાઉસમાંથી પણ 40 હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા જિલ્લાના 21 સહિત ભરૂચ અને વડોદરાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.નર્મદા ડેમની સપાટીમાં સતત 8 દિવસથી વધારો નોંધાઇ રહ્યો છે. જોકે, ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી બપોરે 3 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટી સાંજે 7 વાગે 130.99 મીટરે પહોંચી છે, ડેમની જળસપાટી વધતા રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન શરૂ કરાયા બાદ શુક્રવારે સિઝનમાં પહેલીવાર ડેમના 10 દરવાજાને 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. નર્મદા કેનાલ સાથે લિન્ક કરેલા રાજ્યના 108 તળાવો ભરાશે.

ડેમના પ્રવાહને રોકે છે 4500 હાથી જેટલા વજનના 30 દરવાજા
ડેમના પ્રવાહને રોકે છે 4500 હાથી જેટલા વજનના 30 દરવાજા

નર્મદા ડેમ ખાતે 30 વિશાળ રેડિયલ ગેટ સરદાર સરોવરનું લાખો ક્યુસેક પાણી રોકે છે. એક દરવાજાનું વજન 450 ટન એટલે કે 150 હાથી જેટલું હોય છે. એટલે કે કુલ 4500 હાથીના વજન જેટલા 30 દરવાજા ડેમની સુરક્ષા કરે છે. આ માહિતી સરદાર સરોવર નર્મદા નિગમના એમડી ડૉ.રાજીવકુમાર ગુપ્તાએ શુક્રવારે ટ્વિટર પર આપી હતી.

આજથી ગુજરાતમાં ફરી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

  • 29 ઓગસ્ટ વલસાડ, નવસારી, સુરત, વાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ
  • 30 ઓગસ્ટ સુરત, નવસારી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી
  • 31 ઓગસ્ટ આણંદ, ખેડા, ભાવનગર, અમરેલી
અન્ય સમાચારો પણ છે...