જન જાગૃતિના કાર્યક્રમ:હું જીવુ છું ત્યાં સુધી આદિવાસીઓના હક્કો માટે દોડીશ, મનસુખ વસાવા

રાજપીપળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ મનસુખ વસાવા લોકોને જાગૃત કરવા જંગલો ખૂંદી વળ્યાં

ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ ભાઈ વસાવા સાહેબે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓને જળ, જંગલ અને વનસૃષ્ટિ બચાવવા ખુટા આંબા માટેનું બીડુ ઝડપ્યું છે. તેઓએ નર્મદા જિલ્લાના જુનારાજ, ઝરવાણી, ધીરખાડી, બારાખાડી, કમોદીયા સહિતના ગામોમાં જઈ આદિવાસીઓએ વન શ્રુષ્ટિ બચાવવા માટે જન જાગૃતિના કાર્યક્રમો કર્યા હતા.

અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોમાં હજુ પણ ઘણી બધી ગેર માન્યતાઓ અને ગેરસમજ રહેલી છે.એ ગેરમાન્યતાઓ દૂર થાય અને આદિવાસીઓ શિક્ષિત બને, દેશના વિકાસમાં સહભાગી થાય તથા રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાય એ માટે ભાજપ સાંસદ મનખ ભાઈ વસાવા નર્મદા જિલ્લાના અંતરિયાળ જંગલ વિસ્તારના ગામો ખુંદી રહ્યા છે.

આ બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વનસૃષ્ટિ આદિવાસીના જીવન સાથે સંકળાયેલી છે, વનમાંથી આદિવાસીઓનું જીવન ગુજરાન થાય છે.જ્યાં આદિવાસી સમાજ વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા. ત્યાં જમીનના હક આપવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ફોરેસ્ટ વિલેજની અંદર હુ જે લોકોને અધિકાર આપવાના બાકી છે. એમને પણ પરાવાના આધારે જમીન મળશે.

અન્ય સમાચારો પણ છે...