તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂંક:રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી નિરીક્ષકનું નર્મદામાં આગમન

રાજપીપલા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી નિરીક્ષક એસ.જે.જોષી - Divya Bhaskar
ચૂંટણી નિરીક્ષક એસ.જે.જોષી
  • એસ.જે.જોષીએ સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી 28 મી ફેબ્રુઆરી 21 ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-2021 સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, (SVPRET) ના ચીફ મેનેજર એસ.જે.જોષીની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકે કરાયેલી નિમણૂંક સંદર્ભે તેઓ રાજપીપલા ખાતે પહોંચીને તેમનો ચૂંટણી નિરીક્ષક તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. ચૂંટણી નિરીક્ષક એસ.જે.જોષીએ રાજપીપલા ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.વ્યાસ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાથે ગઇકાલે બેઠક યોજી ચૂંટણી લગતી કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો