તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લાછરસ પાસેથી ખેરના લાકડાનું વહન કરતા 2 ઇસમોની ધરપકડ

રાજપીપલા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગે ખેરના લાકડા તથા બોલેરો ગાડી સહિત 2.35નો મુદ્દામાલ જપ્ત કર્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળમાં સમાવિષ્ટ કેવડિયા વન વિભાગ હસ્તકનાં ગોરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયાને ગઈકાલે મોડી રાત્રે મળેલ બાતમી આધારે લાછરસ ગામે પ્રજા અને સ્ટાફ સાથે રેઇડ કરીને અણીજરાનાં 2 વ્યક્તિઓને 80 નંગ ખેરના લાકડા અને બોલેરો પિકઅપ સાથે 2,35,000 ₹નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

હસ્તકનાં કેવડિયા ફોરેસ્ટ ડીવીઝનનાં નાયબ વન સંરક્ષક પ્રતીક પંડયાનાં માર્ગદર્શનમાં ગોરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયા વન ચોરી અટકાવવા સતત પ્રતિબદ્ધ છે ત્યારે ગઈકાલે અંગત બાતમીદાર પાસેથી મળેલ બાતમી અનુસાર તેઓએ અણીજરા ગામનાં ભગવાનદાસ શંકર વસાવા અને દશરથ ભગવાન વસાવા ખેરનાં લાકડા ભરીને માંગરોળ ગામેથી સંખેડા મુકામે બોલેરો પિકઅપમાં ભરીને લઈ જતા હતા,જે પ્રમાણે સ્ટાફનાં વલ્લભભાઈ તડવી, પૃથ્વીરાજસિંહ ગોહિલ,મનોજ વસાવા, પરીમલસિંહ રણા ,અશોકસિંહ ગોહિલની ટીમે લાછરસ ગામેથી સ્થાનિક પ્રજાનાં સાથ સહકારથી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.

તપાસ હાથ ધરતા આરોપીઓએ વન વિભાગની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરીને બોલેરો પિકઅપમાં ઘાસ વચ્ચે ખેરનાં લાકડા છુપાવીને લઈ જતા હતા, આ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડીનો પણ ગોરા રેન્જે પર્દાફાશ કર્યો હતો.આરોપીઓ પાસેથી ૮૦ નંગ ખેરનાં લાકડા જેની કિંમત ૮૫,૦૦૦ ₹ અને બોલેરો પિકઅપ જેની કિંમત - ₹૧.૫૦ લાખ સહિત કુલ ૨,૩૫,૦૦૦ ₹ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ખેર એ અનામત પ્રકારનું વૃક્ષ છે, વનવિભાગની પૂર્વ મંજૂરી વિના કાપી કે વહન કરી શકાય નહીં, જેથી ઉપરોક્ત આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી હોય વનઅધિનિયમ ૧૯૨૭ની કલમ ૩૦,૩૧ ગેરકાયદેસર અનામત વૃક્ષ છેદન ધારા અને 41.1(B) મુજબ વિના પરવાનગીએ ખેરનાં લાકડા વાહતુક કરીને ગુનો આચરતા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

લાકડાચોરો પર વનવિભાગ તરફથી થતી કડક કાર્યવાહી થતી હોવાનાં કારણે લાકડાચોરી માટે અલગ અલગ નુસખા અજમાવતા હોય છે પરંતુ બાતમીદારોના વિશાળ નેટવર્ક અને સ્થાનિક પ્રજા સાથે પ્રતિદિનનાં સંકલનથી સતત વનચોરી અટકાવવા માટે જાગૃતિ લાવવાનાં સતત પ્રયત્ન અને સતત પેટ્રોલિંગથી વન ચોરોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો