નિમણુંક:નર્મદા ભાજપ સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણુંક

રાજપીપલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા પ્રમુખે ઉપ પ્રમુખ, મહામંત્રીને જવાબદારી સોંપી

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે 18 ઉમેદવારો ની હરીફાઈ વચ્ચે ઘનશ્યામ જીવાભાઈ પટેલ ને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપતા જિલ્લામાં તમામ કાર્યકરો માં એક ઉત્સાહ ફેલાયો અને યોગ્ય પ્રમુખ આપ્યો હોવાની એક ખુશી જોવા મળી પરંતુ ભાજપમાં જૂથવાદ ચાલતો હોય કેટલા લોકોને આ પ્રમુખ બદલાતા પોતાના વળતા પાણી નો પણ અંદાજ આવ્યો હશે પરંતુ હંમેશા વિરોધ ખાળી સૌને સાથે લઈને ચાલનારા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ જિલ્લામાં કોઈ મતભેદ ના રહે અને જેમને વર્ષોથી ન્યાય કે હોદ્દો નહોતો મળ્યો અને જિલ્લામાં તમામ તાલુકાના આગેવાનો ને હોદ્દો આપી જરૂરી કામગીરી સોંપી છે.

નર્મદા જિલ્લામાં ઉપ પ્રમુખ તરીકે નાંદોદમાં સંઘમાં ખુબ સારી કામગીરી કરી સંઘઠન માં તેમના અનુભવ ના ઉપયોગ કરવા નિર્વૃત્ત RFO અનિરુદ્ધસિંહ ગોહિલ ઉપ પ્રમુખ બનાવાયા છે, ડેડીયાપાડા અને પૂર જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્ય માટે પણ દાવેદાર એવા જુના ભાજપના સંનિષ્ટ કાર્યકર શંકર વસાવાને પણ ઉપ પ્રમુખ ની જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...