રજૂઆત:રાજપીપળા રેલવે સ્ટેશનમાં ટિકિટ બુકિંગ સેન્ટર બંધ કરાતા આવેદન

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાંદોદ કાપડ એસોસિએશન દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત

રાજપીપળા રેલવે ટિકિટ બુકિંગ બંધ થઇ જતાં રાજપીપળાના લોકોને તહેવારોમાં કે વેપારીઓને ખરીદી માટે મોટા શહેરોમાં જવાનું હોય જો અહિયાંથી ટિકિટ બુકિંગ થઇ જાય તો તેઓ શાંતિથી જઈ શકે. રોજની 20થી 25ટિકિટો બુક થતી હતી પરંતુ કોરોના બાદ શહેરોમાં લોકડાઉન થતા ધંધો થપ થયો હતો જેથી ટુકીટ બુક ન થતા તંત્ર દ્વારા રાજપીપળાની ટિકિટ બુકિંગ વિન્ડો બંધ કરી હતી. પરંતુ આનું જવાબદાર કોણ છતાં તંત્ર એ આ ટિકિટ બારી રાજપીપલાથી કેવડિયા લઇ જતા રાજપીપલાના નગરજનોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહો છે.

ટ્રેનમાં જવા ટિકિટ બુક કરાવતા જેમાં મુશ્કેલી ઉભી થઇ છે. ત્યારે રાજપીપલા રેલવે સ્ટેશન ચાલુ રહે કાપડ એસોસિયેશન દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.કાપડ એસોસિયેશનના મંત્રી કૌશલ કાપડીયાના જણાવ્યા પ્રમાણે રાજપીપળા એ જિલ્લાનું વડું મથક છે જો ટ્રેન રાજપીપળાથી અંકલેશ્વર જડપી દોડાવવામાં આવે અને રાજપીપળાથી કેવડિયા સુધી રેલ્વેલાઇન જોડવામાં આવે તો મુંબઈ, સુરત થી આવતા પ્રવાસીઓ અને રાજપીપળા તેમજ આજુબાજુની જનતા ને મુસાફરી કરી શકે માટે ટિકિટ બુકિંગ ઓફિસ ની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...