જામીન નામંજુર:ગરૂડેશ્વર તાલુકાના દુષ્કર્મના આરોપી શિક્ષકના આગોતરા જામીન નામંજુર

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પત્નીનું મૃત્યુ થતાં કુંવારી યુવતી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યા બાદ તરછોડી
  • શિક્ષકે યુવતી સાથે લગ્ન નક્કી થયાં બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું

ગરુડેશ્વર તાલુકાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો શિક્ષક સંજય દલપત વસાવાની પત્નીનું મૃત્યુ થતા તે એકલો પડી ગયો અને તેની 13 વર્ષીય દીકરી હોય સંજયના માતાપિતા આ યુવતીના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા હતા, આ બાબતની જાણવા છતાં આ યુવતીએ તેની સાથે લગ્ન માટેની હા પાડી હતી. બન્નેવના પરિવારની સંમતિથી લગ્ન કરવાનું નક્કી થયું હતું.

લગ્ન નક્કી થયા પછી શિક્ષક સંજય દલપત વસાવા યુવતીને રાજપીપળા વડીયા ખાતેની વૃંદાવન સોસાયટી ખાતેના પોતાના ઘરે અવાર નવાર લઈ જતો અને યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.જેથી યુવતીએ ગરુડેશ્વર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંજય દલપત વસાવા વિરુદ્ધ દુસ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આ શિક્ષક આ ગુના મામલે રાજપીપલાની કોર્ટમાં આગોતરા જામીનની માંગણી કરી હતી. જોકે નામદાર કોર્ટે શિક્ષકના આગોતરા જામીન ફગાવી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...