નિર્ભયા સ્કોટ સક્રિય:છાત્રાઓની છેડતીને મામલે એન્ટિ રોમિયો સ્કવોડનો સપાટો

રાજપીપળા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેપો અને સ્કૂલો સામે આંટા મારતા યુવાનોની પૂછપરછ

નર્મદા માં હવે સ્કૂલ-કોલેજો તમામ ચાલુ થઇ ગઈ છે.અને ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ પણ ચાલુ છે. ત્યારે વિદ્યર્થીનીઓ ની છેડતી ના કિસ્સા ના બને એ માટે નર્મદા પોલીસે ડીવાયએસપી ચેતના એન ચૌધરીના નેતૃત્વમાં પીએસઆઇ કે.કે.પાઠક ના માર્ગદર્શન હેઠળ નિર્ભયા સ્કોટ સક્રિય બની.

એક એન્ટી રોમિયો સ્કોર્ડની જેમ નિર્ભયા સ્કોર્ડ ની ટીમો એસટી બસ ડેપો, કરજણ ઓવરો, તમામ સ્કૂલોમાં ચેકીંગ ગોઠવ્યું અને શાળાએ જતી અને છૂટીને આવતી વિદ્યાર્થીનીઓને રક્ષણ પૂરું પાડી જે ડેપો અને સ્કૂલ બહાર ખોટા બેસી રહે અને આંટા ફેરા માર્યા કરે એવા યુવકોને પકડીને પૂછપરછ કરી સપાટો બોલાવ્યો હતો. છોકરીઓ નિર્ભયા સ્કોટ ની ટીમને જોઈને સુરક્ષિત મહેસુસ કરતી હતી.

આ બાબતે પી.એસ.આઇ કે.કે.પાઠકે જણાવ્યું હતું કે હવે શાળાઓ કોલેજો શરૂઆત થઇ ગઈ છે ત્યારે છોકરીઓની છેડતીઓ ના કિસ્સા ના બને રોમિયો બની નવી બાઈકો લઈને છોકરીઓને પરેશાન કરતા અટકાવવા છોકરીઓ પાછળ આંટા મારતા યુવાનોને નિર્ભયા સ્કોર્ડની મારી મહિલા જવાનોએ પકડીને પાઠ ભણાવ્યા કડક સૂચનાઓ આપી હતી, નિર્ભયા સ્કોર્ડ ટીમને સ્કૂલ બહાર જોઈ ને કે ડેપો માં જોઈને દીકરીઓ જે ગામમાંથી ભણવા આવે છે તે એકદમ આવા રોમિયો થી પોતાને સુરક્ષિત હોવાનું માની રહી છે જેનો પણ અમને આનંદ છે.

અન્ય સમાચારો પણ છે...