તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:SOUના 5.24 કરોડની ઉચાપતમાં કંપનીનો વધુ એક સાગરીત ઝબ્બે

રાજપીપલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસની પૂછપરછ છતાં નનૈયો ભણતા 10 દિવસના રિમાન્ડ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાર્કિંગ પ્રવેશ ફી સહીતની આવકના રૂપિયા 5.24 કરોડની ઉચાપત પ્રકરણમાં રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડના આશિષ જોશીનો આશિસ્ટન્ટ વડોદરાના કોયલીથી ઝડપાયો છે. જ્યારે બંને મુખ્ય સુત્રધાર હજી ફરાર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાર્કિંગ સહિતના રૂપિયા બેંકમાં જમા કરાવવા HDFC બેન્કને ડોર સ્ટેપ કલેક્શનની જવાબદારી સોંપી છે. બેંકે એક ખાનગી એજન્સી રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડને કામગીરી સોંપી હતી. એજન્સીએ 5.24 કરોડની ઉચાપત કરી હોવાનું ઓડિટમાં બહાર આવતા જન્સી સામે બેંકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.આ પ્રકરણમાં નર્મદા પોલીસે રાઇટર કંપનીના આશિષ જોશી, જયરાજ સોલંકીને વડોદરાથી ઝડપી પાડ્યા હતા. તેમની વધુ પુછપરછ માટે 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે. જ્યારે નિમેષ અને હાર્દિક હજી ફરાર છે. જોકે, આ પ્રકરણમાં આશિષ જોશીના આસિસ્ટન્ટ ભાવેશ પરમારનું નામ ખુલ્યું હતું. ભાવેશને બેન્કમાં નાણાં જમા કરાવવાની જવાબદારી સોંપાઈ હતી. પોલીસે ભાવેશ પરમારની અટકાયત કરી રાજપીપલા લવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો