તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:SOU સત્તા મંડળના સરવેમાં અડચણ ઉભી કરનારા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો

રાજપીપળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર વિરૂદ્ધ TDO એ ફરિયાદ નોંધાવી

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરિટીમાં સમાવિષ્ટ 19 ગામોમાં સર્વેની કામગીરી થઈ છે. પ્રયોજના વહીવટદાર સહકારની અપીલ કરી રહ્યા છે. બાજુ ગરુડેશ્વર ટી.ડી.ઓએ આ સર્વે કામગીરીમાં અડચણ ઉભી કરનાર અને સોસીયલ મીડિયામાં પોસ્ટ મુકનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વિવાદ સર્જયો છે.

ગરુડેશ્વર ટી.ડી.ઓ એ.વી.ડાંગીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વનબંધુ કન્યાણ યોજના-2 વર્ષ 2021 થી 2025 સુધીની જોગવાઇ હેઠળ ગુજરાતના દરેક આદિવાસી વિસ્તાર ધરાવતા જીલ્લામાં કુંટુબ સર્વે અને ગામ સર્વેની કામગીરી ચાલુ છે.સોશીયલ મીડીયા અને વોટ્સએપ ઉપર સર્વેની કામગીરીને લઇ ખોટા મેસેજ ફરતા થયા છે.જે મેસેજમા લખેલું છે કે 19 ગામનો સર્વે ચાલુ છે, 19 ગામના દરેક વ્યક્તીને આધારકાર્ડ અને ઘરના કેટલા સભ્યો છે.એની માહીતી પુછવામા આવી રહી છે.આ દરેક ગામના વ્યક્તીને ઘરઘંટી, મશીનની સહાય માટે પુછવામાં આવી રહ્યુ છે.આ લાલચમાં આવુ નહી કેમ કે સત્તામંડળનો સર્વે કરી રહ્યા છે અને જમીનનો પણ તો પહેલા દરેક ગામના નવજુવાન જાગે. આ લાલચ આપી જમીન લુંટવાના ઇરાદાથી કામ ચાલુ છે. આપણા વિસ્તારના પ્રશ્નો લઇને ઘણા સમયથી નિરાકરણ નહી આવી રહ્યું ત્યાં તો 19 ગામ થઇ ગયા.જેથી 6 ગામોમાં જ તકલીફ થઇ રહી છે તે 19 ગામોની પણ થવાની છે.

અન્ય સમાચારો પણ છે...