નર્મદા જિલ્લા કલેકટર ડીએ શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા પ્રસાશન ધ્વારા નર્મદા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પોષણ તેમજ કૃષિ-બાગાયત- પશુપાલન સિચાઇ વિષયક ઉપકરણોની CSR એક્ટીવીટી અંતર્ગત વિવિધ સુવિધા ઉપલબ્ધિ માટેના પ્રયાસોને સફળતા મળી રહેલ છે, ત્યારે આગામી ત્રણ વર્ષ દરમ્યાન UPL કંપની ધ્વારા નર્મદા જિલ્લાના ખેડૂતોની આવક વૃધ્ધિ સાથે તેમનું જીવન ધોરણ ઉંચુ આવે તે માટે કેન્દ્રિય પુરસ્કૃત યોજના અંતર્ગત અંદાજે 6 કરોડના ખર્ચે કૃષિ વિકાસલક્ષી પ્રોજેક્ટ હાથ ધરાનાર છે.
CSR એક્ટીવીટી અંતર્ગત UPL કંપની ધ્વારા નર્મદા જિલ્લામાં 100 જેટલા ગામોમાંથી 10 હજાર જેટલા નાના-સિમાંત જેટલા ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય તે માટે જિલ્લામાં કૃષિ તેમજ બાગાયતી પાકોમાં વૈવિધ્યકરણની કામગીરી ઉક્ત પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાશે. ખેડૂતોની તાલીમ, કૌશલ્ય વૃધ્ધિ માટે રાજપીપળા ખાતે શ્રેષ્ઠ કૃષિ કેન્દ્રની સ્થાપના માટે પણ આયોજન હાથ ધરાયેલ છે.
જિલ્લામાં તુવેર, મકાઇ, કેળા તેમજ શાકભાજી જેવા પાકોમાં તુવેર દાળ, કેળના થડમાંથી ફાયબરના તાર ધ્વારા વિવિધ ચીજવસ્તુઓની બનાવટ ઉપરાંત કેળા વેફર્સ વગેરે ધ્વારા ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય તે પ્રકારનુ સૂચારૂં આયોજન સુનિશ્વિત કરવાની દિશાના પ્રયાસો પ્રાથમિક તબક્કામાં હાથ ધરાયેલ છે. નર્મદાના કલેકટરના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ.નિલેશ ભટ્ટ સહિતના અધિકારીઓ ધ્વારા UPL કંપની હાથ ધરાનારા ઉક્ત પ્રોજેક્ટનું અમલીકરણ માટે જરૂરી સંકલનની કામગીરી પ્રગતિ હેઠળ હોવાની જાણકારી પ્રાપ્ત થયેલ છે.
જિલ્લાના 3 હજાર જેટલા ખેડૂતોને ફાયદો થશે
UPL કંપની ધ્વારા જિલ્લાના આદિવાસી-અંતરિયાળ દેડિયાપાડા અને સાગબારા તાલુકાઓમાં કૃષિ ઉત્પાદનને લગતી બે કંપનીઓ પણ કાર્યાન્વિત કરાશે અને તેના થકી જિલ્લાના અંદાજે 3 હજાર જેટલા ખેડૂતોને ફાયદો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.