તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણા પ્રદર્શન:દરેક ગામને સ્વતંત્ર પંચાયતના મુદ્દે આમૂ સંગઠનના 5 દિવસના ધરણાં

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે ધારાસભ્ય મહેશ વસાવા પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા
  • રાજપીપલા પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વતંત્ર પંચાયત મુદ્દે લડત ચલાવી રહ્યા છે

નર્મદા જિલ્લાના આમુ સંગઠને ગુજરાતના 18,584 ગામો પૈકી બાકી રહી ગયેલા 4,567 ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો અપાવવા છેલ્લા 3 વર્ષથી લડત ચલાવી રહ્યા છે. અનેક રજૂઆતો અને આંદોલનો બાદ સરકાર હજુ કોઈ નિર્ણય નહિ કરતા આદિવાસી મૂળ સંઘઠન દ્વારા ફરી આ આંદોલન ને ઉઠાવી રાજપીપલા ખાતે કલેકટર કચેરી સામે પાંચ દિવસ સુધી સરકાર વિરોધી ધારણાનો કાર્યક્રમ ગાંધીચીંધ્યા માર્ગે કરવામાં આવી રહ્યો છે. પ્રથમ દિવસે ધારાસભ્ય મહેશ વસાવા સહીત બીટીપી ના હોદેદારો પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. જેમાં આમૂ સંગઠનના પ્રમુખ અને પૂર્વ પાલિકા પ્રમુખ મહેશ વસાવા, બીટીપી પ્રમુખ ચૈતર વસાવા, સાગર આર્ય સહીત આગેવાનો હાજર રહ્યા હતા.

ભારતીય બંધારણ માં દેશની તમામ ગ્રામપંચાયતોને સ્વતંત્ર હોવાનો હક્ક આપવામાં આવ્યો છે. છતાં દેશમાં અને રાજ્યમાં તે સરકારો આવી તેમની રીતે ગ્રુપ ગ્રામ પંચાયતો વહીવટી સરળતા માટે બનાવી પણ જે બિલકુલ ગેરકાયદેસર અને ગેર બંધારણીય છે. એવા દાવા સાથે આમૂ સંગઠન વિરોધ કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર ખોટા ખોટા બહાનાઓ કાઢીને અમારી માગણીને સ્વીકરાતી નથી દરેક ગામને પોતાનું અલગ વહીવટી તંત્ર (સ્વતંત્ર ગ્રામ પંચાયત) ફાળવી દેવામાં આવે તો ઝડપી વિકાસ થાય એમ માંગ કરી રહ્યા છે. આમુ સંગઠન દ્વારા છેલ્લા કેટલાંય વર્ષોથી આ મુદ્દે નર્મદા જિલ્લામાં લડત ચાલી રહી છે. અગાઉ તંત્ર દ્વારા પંચાયતો પાસેથી દરખાસ્તો પણ મંગાવવામાં આવી હતી. પરંતુ કામગીરી થઈ નથી. જેથી ફરી આંદોલન ઉપાડ્યું છે.

દરેક ગામને સ્વતંત્ર પંચાયતનો હક્ક છે
1949 મા ભારતીય બંધારણમા દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની જોગવાઈ હોવા છતાં ગુજરાતની કોગ્રેસ સરકરે 18,584 ગામડાઓ પૈકી માત્ર 14,017 ગામડાઓને ગ્રામ પંચાયતો આપી અને 4,567 ગામડાઓને ગ્રામ પંચાયતોથી વંચિત રાખી આ ગામો સાથે અન્યાય કર્યો હતો. > મહેશ વસાવા, ધારાસભ્ય

ગ્રુપ પંચાયતોને કારણે વિકાસ રૂંધાયો
નર્મદા જિલ્લામાં મોટાભાગે ગ્રુપ ગ્રામપંચાયતોથી કેટલાય ગામોનો વિકાસ રૂંધાય રહ્યો છે. તો કેટલાય ગામો ગ્રામપંચાયતથી 4 -5 કિમી દૂરના અંતરે આવેલા હોય છે. સામાન્ય કામ માટે પણ લોકોને દોડધામ થાય છે. તેના કરતા તમામ ગામોને સ્વતંત્ર પંચાયતનો દરજ્જો આપવામાં આવે તો તમામ ગામોમાં સુવિધાઓ ઉભી થાય.> મહેશ વસાવા, આમુ સંગઠન

અન્ય સમાચારો પણ છે...