તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ગુજરાતના ગામડાઓના રૂંધાતા વિકાસ મુદ્દે હવે આમુ સંગઠને કોર્ટનું શરણ લીધું

રાજપીપલા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમુ સંગઠને IAS અધિકારીઓ સહિત રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓને પક્ષકાર બનાવ્યા

ગુજરાતના 4567 ગામડાઓને સ્વતંત્ર ગ્રામ પંચાયત ન આપતા આમુ સંગઠન 2019 થી આંદોલન કરી રહ્યું છે.પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આમુ સંગઠને હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા છે.હવે 4567 ગામડાઓને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળશે કે કેમ એ હાઈકોર્ટ નક્કી કરશે.

ગુજરાત સહિત નર્મદા જિલ્લાના 4567 ગામોને સ્વતંત્ર પંચાયતનો દરજ્જો ન મળતા વિકાસ રૂંધાઇ રહ્યો હતો.નર્મદા જિલ્લા આમુ સંગઠને 2019થી આ મુદ્દે વિવિધ આંદોલનો કર્યા હતા. હાલમાં જ 5 દિવસના ધરણા પણ કર્યા છતાં સરકાર તરફથી યોગ્ય નિરાકરણની આશા ન દેખાતા આમુ સંગઠન હાઈકોર્ટના દ્વારે પહોચ્યું છે.

આમુ સંગઠને ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સહિત 12 જેટલા IAS અધિકારીઓને પક્ષકાર બનાવ્યા છે. આ આંદોલનમાં કહેવાતા મોટા રાજકીય આદિવાસી નેતાઓએ સાથ આપ્યો નથી તેનું દુઃખ હોવાનું સંગઠને વ્યક્ત કર્યું હતું.

સરકાર સીધું એમ કહી નથી શકતી કે 4567 ગામોને સ્વતંત્ર પંચાયતનો દરજ્જો નહિં મળે
વર્ષ 2019 થી અમે સ્વતંત્ર ગ્રામ પંચાયત મુદ્દે આંદોલન કરી રહ્યાં છે.સરકાર અને અધિકારીઓ વિવિધ ઠરાવો માંગી અમને ઉલ્લુ બનાવી રહ્યા છે.અમે માંગણી મુજબ દસ્તાવેજો પણ આપ્યા છે. સરકાર અમને સીધું એમ કહી નથી શકતી કે 4567 ગામોને સ્વતંત્ર પંચાયતનો દરજ્જો નહિં મળે.- મહેશ વસાવા, પ્રમુખ આમુ સંગઠન.

અન્ય સમાચારો પણ છે...