તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:ઓર્ગેનિક ખેતીમાં ઔષધિય વનસ્પતિની પણ વાવણી કરી

રાજપીપલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોને ઓર્ગેનિક ખેતીની સમજણ સાથે મદદ કરી રહ્યાં છે
  • રાજ્યના પૂર્વવન મંત્રી પોતાના ગામે ખેતીના માર્ગે વળ્યાં

ગુજરાત રાજ્યના પૂર્વ વન મંત્રીની જાત મહેનત જિંદાબાદની કહેવત પ્રમાણે પોતાની છ એકરની ખેતી જાતે જ કરે છે. ઘરના ટ્રેક્ટર દ્વારા ખેતર ખેડાણ અને વાવણી સહીત ની તમામ કામગીરી જાતે કરે છે. આટલા મોટા હોદ્દાપર રહી ચૂકેલા શબ્દ શરણ તડવી ખેતરમાં મજૂરી કરવાની બિલકુલ શરમ નથી લાગતી પરંતુ તેઓ ગર્વ મહેસુસ કરે છે. પોતાના ખેતર માં ઓર્ગેનિક ખેતી કરી સ્થાનિક લોકોને પણ સમજણ અને મદદ કરે છે. ઓર્ગેનિક ખેતી સાથે આયુર્વેદિક ઔષધિઓ પણ ખેતરના શેઢા પર વાવી છે.

નર્મદા જિલ્લાના પીઢ રાકારની અને સમાજ સેવક એવા ભાઇલાલભાઈ તડવી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના પ્રમુખ સહીત સહકારી સંસ્થાઓ માં પણ રહીને જિલ્લાનો વિકાસ અને તાલુકાઓ નો વિકાસ સાથે સમાજનો વિકાસ કર્યો જેમના પગલે ચાલતા તેમના દીકરા શબ્દ શરણ તડવી ભાજપ ના સક્રિય સભ્ય બની તેઓ પણ તાલુકા પંચાયત ના પ્રમુખ બન્યા અને બાદમાં પ્રદેશ આદિજાતિ મોર્ચાની તેમને જવાબદારી પક્ષે આપી જેને પણ સારી રીતે નિભાવી 2012-13 માં વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે નાંદોદ વિધાન સભાની બેઠક પર ચૂંટણી લડાવી જેમાં તેમનો વિજય થયો અને પ્રથમવાર ધારાસભ્ય બની ને તેઓ વિધાનસભામાં પહોંચ્યા અને તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની સરકાર માં સીધા રાજ્ય કક્ષાના વન મંત્રી તેઓ બન્યા અને વન મંત્રી તરીકેની સફળ કામગીરી કરી પાંચ વર્ષના મંત્રી પદના સમય ગાળામાં પણ તેમને ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપી ખેડૂતોને સમજણ અપાતા બાદમાં સ્થાનિક જૂથબંધીને કારણે 2017માં તેમને હારનો સામનો કરવો પડ્યો. છતાં તેઓ પાર્ટીના કાર્યકર તરીકે તો તેઓ કામકરતા રહ્યા છે.

ખેતીથી કુદરત સાથે જોડાઈ રહેવાનો મોકો
પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી હાલ ખેતીમાં વ્યસ્ત છે. આગામી ગ્રામ પંચાયતની અને વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ પણ કરી રહ્યા છે. ત્યારે તેમનું કહેવું છે કે, બાપ દાદાની જમીનો અને ખેડૂત દીકરા તરીકેનો નાતો આ ખેતી સાથે મને જોડી રાખે છે. ખેતી પવિત્ર કાર્ય છે, કુદરત સાથે જોડાઈ રહેવાનો મોકો મળે છે. એટલે ખેતી મને ખુબ ગમે છે અને અનાજ કઠોળ શાકભાજી બધી વસ્તુ મેં ખેતરમાં વાવી છે જે ઘરના ખાવા પુરતીજ કરું છું. અને કોઈને આપી મદદ કરી શકાય બહારથી વધુ વસ્તુઓ ખરીદતા નથી.

અન્ય સમાચારો પણ છે...