તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:રાજપીપલા સિવિલમાં સુવિધાના અભાવે 1 માસમાં 11 લોકોના મોત થયાનો આક્ષેપ

રાજપીપળા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં પૂરતી આરોગ્યલક્ષી સેવા ન મળતા દર્દીઓની કફોડી હાલત

નર્મદા જિલ્લાની રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ, સફાઈ અને દવાઓનો પણ અભાવ છે. મુખ્ય તબીબો અને સ્ટાફના અભાવે દર્દીઓ દયનિય સ્થિતિમાં મુકાય છે. સામાન્ય બાબત દર્દીને સારવાર કરવા વડોદરા રીફર કરાય છે. આ બાબતે કોંગ્રેસે પણ ઘણો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે સાંસદ મનસુખ વસાવાએ પણ આરોગ્યમંત્રીને પત્ર લખી જગ્યા ભરવા અને સુવિધાઓ વધારવા માંગ કરી હતી.

આ બાબતે ગુજરાત સરપંચ પરિષદ નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવાએ સીએમ રૂપાણીને લેખિત રજૂઆત કરી હતી. વહેલીતકે જરૂરી સ્ટાફની ભરતી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જેના પ્રત્યુતરમાં સીએમ કક્ષાએથી આ મામલે નર્મદા જિલ્લા તંત્રને યોગ્ય કાર્યવાહી માટે આદેશ કરાયા હતા. નિરંજન વસાવાએ રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.જ્યોતિ ગુપ્તાની મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.એક મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 11 દર્દીના મોત થયા હતા તથા 63 દર્દીઓને વડોદરા રિફર કર્યા હતા. સિવિલમાં સુવિધા ન હોવાને કારણે દર્દીઓની હાલત કફોડી બનતી જાય છે.

ગામોમાંથી આવતા આદિવાસી દર્દીઓને સમયસર યોગ્ય સારવાર ન મળવાથી મૃત્યુના બનાવો પણ બને છે. સિવિલના વર્ષોથી ખસતા હાલના કારણે રહીશો પણ રોષ વ્યકત કરી રહ્યા છે.

તમામ દર્દીને ન્યાય આપી યોગ્ય નિદાન કરીએ છે
રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓની એકદમ કાળજી લેવાય છે હા સ્ટાફ ની અછત છે અને કોવિડ-19 હોસ્પિટલમાં પણ ડોક્ટરો નર્સ કામ કરતા હોય સમય કરતા વધુ ટાઈમ સ્થાનિક દર્દીઓને આપી રહી રહ્યા છે. સિવિલમાં એકદમ ક્રિટિકલ પરિસ્થિતિમાં પેસન્ટ આવે અમે પ્રયત્ન બચાવવાનો કરીયે છે. તમામ દર્દીઓને ન્યાય આપી યોગ્ય નિદાન કરીએ છે,મહિનામાં 11 મોતની વાત સાચી છે પણ કેવી પરિસ્થિતિમાં દર્દી આવ્યા હોય તેમના પરિવાર સાથે હોય તેમની હયાતીમાં ટ્રીટમેન્ટ કરી હોય એ સમજ જરૂરી એક ડેમ આક્ષેપ કરવો યોગ્ય ના કહેવાય > જ્યોતિબેન ગુપ્તા, સિવિલ સર્જન રાજપીપલા

હોસ્પિટલમાં આધુનિક માળખાકીય સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવી જોઈએ
રાજપીપળામાં નવી સિવિલ હોસ્પિટલ જ્યાં સુધી ન બને ત્યાં સુધી જૂની હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ તબીબોની નિમણૂક અને આધુનિક માળખાકીય સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવી જોઈએ. આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે, ત્યારે પ્રવાસીઓને સ્વાસ્થ્યને લગતો પ્રશ્ન સર્જાશે તો વિકટ સ્થિતિ પેદા થશે. રાજપીપળા સિવિલ હોસ્પિટલની સમસ્યા અંગે આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તાત્કાલિક ધોરણે આ અંગે ઘટતી કાર્યવાહી નહીં કરાય આવે તો નર્મદા જિલ્લાના તમામ સરપંચોને નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. >નિરંજન વસાવા, પ્રમુખ સરપંચ પરિષદ દક્ષિણ ઝોન

અન્ય સમાચારો પણ છે...