તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચાર:સાંજરોલી ગામે સંરક્ષણ દિવાલના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો

રાજપીપલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાલના કામમાં વચ્ચેના ભાગે કપચી, સિમેન્ટ, રેતીના બદલે માટી

નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલા સાંજરોલી ગામમાં જળસંચય યોજના હેઠળ એક સંરક્ષણ દિવાલનું કામ ચાલી રહ્યું હતું જેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. જેવી ફરિયાદો મળતા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેખાબેન તડવી ગ્રામજનો સાથે ત્યાં પહોંચી ગયા હતા. કે સંરક્ષણ દિવાલનું કામ જે ચાલે છે જેમાં જે વચ્ચેનો ભાગ છે જેની અંદર ખરેખર તો કપચી સિમેન્ટ ભરવાનો હોય છે.

એ જગ્યાએ પ્લાસ્ટિકની કોથળીઓમાં માટી ભરીને મુકી ને ગુણવત્તા વગર નું કામ કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો. જેથી આ કામ તાત્કાલિક તેમને અટકાવ્યું હતું.આ બાબતે રેખાબેને જણાવ્યું હતું કે જળ સંચય યોજનામાં આ સંરક્ષણ દિવાલનું કામ ચાલી રહ્યું હતું જેમાં ખોટું કામ થઈ રહ્યું છે જેની તપાસ થવી જોઈએ આ કામમાં કોઈ ગુણવત્તા દેખાતી જ ન હતી અને જેમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. જેઓ આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...