તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નર્મદામાં આંગણવાડી વર્કરની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ

રાજપીપલા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતી પ્રક્રિયામાં વ્હાલા દવલાની નીતિ કરાઈ હોવાની રજૂઆત

નર્મદા જિલ્લામા પાંચ તાલુકાઓમાં 60 જેટલી આંગણવાડી હેલ્થ વર્કરો ની ભરતી માટે ની ઓનલાઇન ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી જેમાં 31 ઓગસ્ટ સુધી માં અરજી કરી ઓનલાઇન ડોક્યુમેન્ટ પણ સબમિટ કરાવવા ના હોય જે.પ્રક્રિયા બાદ જિલ્લા કક્ષાએથી ઇન્ટરવ્યૂ કરી નિમણુંક આપવામા આવે પરંતુ સાગબારા ડેડીયાપાડા વિસ્તારની ખાલી જગ્યાઓ હોવા છતાં કેટલીક જરૂરિયાત વાળી અને શક્ષિત મહિલાઓ હોવા છતાં એક બીજાની લાગવકથી ભરતી પ્રક્રિયા કરી હોવાના ગંભીર આક્ષેપ સાથે 50 થી વધુ મહિલાઓ જિલ્લા પંચાયત ખાતે દીદીઓને રજુઆત કરીહતી. આ બાબતે ડેડીયાપાડા ના હિતેન્દ્ર વસાવા એ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં આંગણવાડી હેલ્થ વર્કરોની ભરતીમાં એકદમ ગેરરીતિ થયેલી છે.

અન્ય સમાચારો પણ છે...