નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લો છે જેમાં શિક્ષણ આરોગ્ય, રોજગારી, પાણી સહિતની પ્રાથમિક જરૂરિયાતો પુરી કરવા સરકાર તનતોડ મહેનત કરે છે અને લખલૂટ ગ્રાંટો પણ વાપરે છે ત્યારે નર્મદા જિલ્લામાં જળ સંચય અને ભૂગર્ભ જળ વધારવા સહિત વોટર શેડ ની કામગીરી વોટરશેડ વિભાગ નર્મદા દ્વાર દર વર્ષે કરોડોની ગ્રાંટો વાપરવામાં આવે છે પણ નથી જિલ્લામાં પાણીના જળસ્તર ઉંચે આવ્યા કે તેમના બનેલા ચેકડેમો માં નથી પાણી ભરાતા એટલે આવી કામગીરી સામે હંમેશા ગેરરીતિ ફરિયાદો ઉઠતી રહેતી હોય છે.
તાજેતરમાં નર્મદા માં શીતલ કન્ટ્રક્શન નામની એજન્સીએ જિલ્લા કલેક્ટર ને લેખિત રજૂઆત કરીને કેટલાક કામોની ગેરરીતિ અને પોતાની એજન્સીએ આપેલ મટિરિયલના રૂપિયા બીજી એજન્સીને ચૂકવી દીધા અને તેને ધક્કા ખવડાવે છે જેથી જવાબદારો સામે પગલાં ભરવા એજન્સીના માલિકે જિલ્લા કલેક્ટર ને લેખિત રજુઆત કરી જરૂરી પુરાવા પણ આપ્યા છે.
આ બાબતે શીતલ કન્ટ્રક્શન ના રતન કુમાર ખાટિકે જણાવ્યું હતું કે વોટર શેડ કચેરી આર.આર.પી.-1 (કુકડા કોતર ) કરજણ ડીસ્ટ્રીબ્યુટરી રીજુવેશન માટે ભૂમિ ભેજ સંરક્ષણ સંલગ્ન કામો ચેકડેમ અને ચોંકવેલ બાંધકામ માટે મારી શીતલ કન્સ્ટ્રકશને ગાગર ગામમાં તથા આમલી ગામમાં સપ્લાય કરેલ રેતી, કપચીના બીલો માટે વોટરશેડનાં ટેક્નિકલ કર્મચારીએ 10 ટકા રકમ ની માંગણી કરે છે. તથા આમલી ગામમાં ચોંકવેલ ના બાંધકામમાં સપ્લાય કરેલ માટી રેતી, કપચી ના 84000 રૂપિયા જે મારે જે લેવાના હતા તેના ખોટા બીલો બનાવી બીજા એજન્સીના ખાતામાં નાણાં ચુકવણી કરી મારી સાથે છેતરપીંડી કરેલ છે.
આ બીલો નરેગામાં ઓન લાઈન કરેલ છે. જેની ખાસ તપાસ કરી મારા રેતી, કપચીના નાણાં અપાવવા તથા ટેકનીકલ ઇંજિનિયર સામે કડક કાર્યવાહી કરવા મેં પુરાવા સાથે જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરી છે. જયારે વોટરશેડ ઓફિસર આર.ટી.ચૌહાણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે નર્મદા વોટરશેડ નો ચાર હાલ જ મેં લીધો છે અગાઉમાં સુ થયું મને જાણ નથી પણ આ એજન્સીની જે ફરિયાદ હશે જે કે કેટલી સાચી ખોટી છે એ બાબત ની તપાસ કરવામાં આવશે ની વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ એજન્સીના ના માંલિક છેલ્લા દોઢ વર્ષથી પોતાના પેમેન્ટ માટે દોડી રહ્યા છે, ત્યારે કર્મચારીઓ પોતાની ટકાવારી વાગર બીલો બનાવતા નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.