તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:સરકારની શિક્ષણ ગુણવત્તાની તમામ પ્રોજેક્ટ નિષ્ફળ : MLA પી.ડી.વસાવા

રાજપીપલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આદિવાસી વિસ્તારમાં ભણાવતા શિક્ષકોને આદિવાસી ભાષામાં ભણાવવાની સરકાર ટ્રેનિંગ આપે

ગુજરાત વિધાનસભા સત્રમાં નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ શિક્ષણ ક્ષેત્રે સરકારની તમામ યોજના નિષ્ફળ થઇ રહી છે જેને સુધારવા વિધાન સભામાં અપીલ કરી કોરોનાકાળમાં ખાનગી શાળાઓએ લીધેલી ફી પાછી અપાવવાની માગ કરી સાથે શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રયાસો થકી ગુણવતા સુધારણા, પ્રવેશોત્સવ, તમામ પોજેકટો નિષ્ફળ નીવડ્યા છે. સરકારના પ્રયત્નો છતાં પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા આવડતું નથી. એ દુઃખ સાથે કહેવું પડે છે કહી રાજ્ય સરકારો પર પ્રહારો કર્યા હતા.

ગુજરાત વિધાનસભા સત્રમાં શિક્ષણના વિષય પર નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ રજૂઆતો કરી હતી, એમણે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા વાળુ બનાવવા સરકાર પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરે છે છતાં પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા પણ આવડતું નથી, હવે એના માટે સરકારે શુ કરવું જોઈએ નાંદોદ MLA પી.ડી.વસાવાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાની માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના અધ્યાપકોની 5 વર્ષની નોકરી સળંગ ગણી એમને પણ જુદા જુદા લાભો આપવામાં આવે, અધ્યાપક સહાયકોને ફાઝલનું રક્ષણ આપવામાં આવે.

કોરોના કાળમાં જે પણ શાળાએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી છે એ 100% ફી પરત કરવામાં આવે. નર્મદા જિલ્લામાં 4 વર્ષ પહેલાં બનેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં કાયમી અને આસિસ્ટન્ટ પ્રોફેસર તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવે.રાજપીપળાની ઝાંસીની રાણી લક્ષીબાઈ તેમજ શ્યામજી પ્રસાદ પ્રાથમિક શાળાને ડીમોલિશનની નોટિસ મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો