કાર્યવાહી:ચૂંટણીઓમાં મતદારોને રીઝવવા લવાયેલો દારૂ પોલીસે ઝડપી પાડ્યો

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રથી લવાતા દારૂને ઝડપી પાડવામાં એલસીબીને સફળતા મળી
  • દારૂની ખેપ મારનાર બે ઝડપાયા, મોકલનાર અને મંગાવનાર વોન્ટેડ

નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સૂચનાથી તમામ પોલીસ સ્ટેશનો માં સૂચના આપવામાં આવી હતી અને આવું કોઈ દુષણ ગામોમાં ના ફેલાય અને જેનાથી ગામડાઓ માં ઝગડો ના થાય એ માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરતી હતી જેમાં સૌથી વધુ LCB ની ટીમે વોચ ગોઠવી ચાર થી પાંચ રેડ કરીને વિદેશી દારૂ સહીત 5 થી છ બુટલેગરો ને ઝડપી પાડ્યા હતા.

તાજેતરમાં ભાંગડા ફળિયાની આગળ માથાસર જવાના રસ્તા ઉપર એલ.સી.બી. નર્મદા પીઆઇ અલ્પેશ પટેલ સાથે LCB ટીમેં બે બાઈકો પર બે કોથળા ભરીને વિદેશી દારૂ અક્કલ કુવા મહારાષ્ટ્ર બાજુથી ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામ તરફ આવતા હતા.

ત્યારે LCB પોલીસ ને શંકા જતા આ લોકોને ઉભા રાખી તપાસ કરતા ઝરવાણીના વિક્રમ વસાવા, શૈલેષ વસાવા, કમલેશ વસાવા, દિનેશ વસાવા અને મહારાષ્ટ્રના કુકડીપાદર, અક્કલકુવાના દેવજી વસાવાને ઝડપી પડી બે મોટર સાઇકલ સહીત પ્લાસ્ટિકની વિદેશીદારૂની બોટલો ઝડપી પાડી 91 હજાર રૂપિયાનો મુદ્દામાલ સાથે ઝડપી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...