તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:અકતેશ્વર ત્રણ રસ્તા પાસે લગ્નની અદાવતે એક યુવાનને માર માર્યો

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરુડેશ્વર તાલુકાના કાટકોઈ ગામના યુવાનો બાખડ્યાં
  • ઈજાગ્રસ્તને મિત્રો સારવાર માટે લઈ જતાં મામલો પોલીસમાં પહોંચ્યો

ગરુડેશ્વર ગામે લગ્નમાં નાચવા બાબતે ઝગડો થતા જે બાબત ની રીશ રાખી બીજે દિવસે બે શકશો એ એક યુવાન ને માર માર્યો ઈજાગ્રસ્ત યુવાને બે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ગરુડેશ્વરના કાટકોઈ ગામના રાહુલ સુમન તડવી તથા ગરુડેશ્વર ના પ્રતાપભાઇ ગોપાલભાઇ તડવી અને રાજુભાઇ તડવી ગત 31 જાન્યુઆરી 21 ના રોજ ગરૂડેશ્વર બજારમા રહેતા શ્રવણના લગ્નમા બેન્ડ વાગતુ હોય જેમાં નાચતા હતા તે વખતે રાહુલ તડવીને પ્રતાપ તડવી અને રાજુ તડવી બંનેએ રાહુલને બે ત્રણ તમાચા મારી ઝઘડો કર્યો હતો. જયારે સ્થાનિક હાજર લોકોએ છોડાવ્યો ઝગડો શાંત પાડ્યો હતો.

બાદમાં 1 ફેબ્રુઆરીના રોજ બપોરના ત્રણ વાગે રાહુલ તડવી અકતેશ્વર રાજા શો રૂમ પર બેઠા હતા તે વખતે મોટર સાયકલ લઈને પ્રતાપ તડવી આવી રાહુલની પકડી ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને રાજુ આવી ને પોતાના હાથમા પહેરેલ લોખંડનુ કડુ માથાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી.અને બંને ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. ઈજાગ્રસ્ત રાહુલ તડવી ને તેના મિત્રો સારવાર માટે લઈ ગયા હતા અને ગરુડેશ્વર પોલીસમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો