તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:નર્મદાના આઉટ સોર્સિંગના કર્મીઓને 5 માસથી પગાર ન ચૂકવાતા આંદોલન

રાજપીપલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપવાસ આંદોલન કરતા આરોગ્ય સેવાઓ પર પડી અસર

નર્મદા જિલ્લાની આઉટસોરસિંગ કર્મચારીઓએ કોરોનામાં જીવના જોખમે ફરજ બજાવી સરકારે માત્ર કોરોના વોરિયર્સ ગણાવી પણ પાંચ મહિનાઓનો પગાર અને અન્ય લાભો સરકાર ચૂકવવા માં આનાકાની કરતી હોય આઉટસોરસિંગ કર્મચારીઓ આંદોલનના મૂડ માં આવી ગુજરાત જનતા જાગૃતિ મંચ ની આગેવાનીમાં સીડીએચઓ, ડીડીઓ કલેકટરને આવેદન આપી ઉપવાસ આંદોલન કરતા આરોગ્ય સેવાઓ પર અસર જોવા માલી હતી.

કર્મચારીઓ એ લેખિત આવેદન માં જણાવ્યુ હતું કે આરોગ્ય વિભાગના તાબા હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા એ.એન.એમ બહેનો પોતાના જીવના જોખમે કોરોનાની કામગીરી કરી રહ્યા છે ત્યારે આ કર્મચારીઓની સમયસર પગાર થાય એ માટે કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ દ્વારા તારીખ 05 માર્ચ 2021 અને 03 જૂન 2021ના પત્ર દ્વારા આદેશ આપવામાં આવેલ છે પરંતુ અધિકારીઓની રેઢિયાળ કામગીરી તેમજ ફરજ પ્રત્યેની બેદરકારીના કારણે આ એએનએમ બહેનોનો જાન્યુઆરી મહીનાથી એમ કુલ પાંચ મહિનાનો પગાર ચુકવાયેલ નથી જેના કારણે આ કોરોના વોરિયર્સનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે.

આ બાબતે તારીખ 31મેં 2021 ના રોજ બરૂ મૌખિક રજુઆત કરેલ એમ છતાંય આ બાબતે કોઈ કાર્યવાહી કરેલન હોઈ આ કોરોના વોરિયર્સ મહિલા કર્મચારીઓને ન્યાય અપાવવા તારીખ 10 જૂન 2021 ગુરુવાર ના રોજ તમામ એએનએમ બહેનો સાથે આપની ડીડીઓ કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન નો પ્રારંભ કર્યો હતો. જેના કારણે જનતાને આરોગ્ય ની સેવાઓ મેળવવામાં હાલાકી પડી હતી હવે જોવું રહ્યું કે આ કર્મચારીઓ ની માંગ કેટલી સ્વીકારાય છે.

અન્ય સમાચારો પણ છે...