તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી:વડિયા બેઠક ભાજપ માટે હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ભાજપે ટિકિટ કિરણ વસાવાને આપી

રાજપીપળા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણીમાં કાકા-ભત્રીજી, ભાઈ-બહેન-બનેવી ચૂંટણી મેદાનમાં

નાંદોદ તાલુકા પંચાયતની વાવડી બેઠક માટે પ્રદેશ માંથી રાજેન્દ્રસિંહ ગોહિલના નામનો મેન્ડેટ આવતા પાટીદાર સમાજના આગેવાનોએ એવી જીદ પકડી હતી કે જો પાટીદારને ટીકીટ નહિ મળે તો અમે ભાજપ માંથી રાજીનામુ ધરી દઈશું.પાટીદારોની પ્રેસર ટેક્નિકને લીધે વિવાદ ચરમ સીમાએ પહોંચતા પાર્ટીના હિતમાં રાજેન્દ્રસિંહ ગોહિલે સામે ચાલીને પોતાની દાવેદારી પરત લીધી હતી અને જીતેન્દ્ર પટેલને ભાજપને મેન્ડેટ આપ્યો હતો. નાંદોદ તા.પં.માં નાવરા અને વાવડી એમ 2 બેઠકો સામાન્ય કેટેગરીની હતી.

ત્યારે એક બેઠક પર પાટીદાર અને બીજી બેઠક પર ક્ષત્રિય ઉમેદવાર ઉતારવાની ભાજપની રણનીતિ હતી.તે છતાં નાંદોદ તાલુકા પંચાયતમાં ભાજપે ક્ષત્રિય સમાજની ઉપેક્ષા થતા રોષ ફેલાયો છે. નર્મદા જિલ્લા પંચાયતની વડીયા બેઠક પર કોંગ્રેસ માંથી કાકા જયંતિભાઈ વસાવા સામે એમની ભત્રીજા વહુ કલ્પનાબેન મહેશભાઈ વસાવાએ BTP માંથી ઉમેદવારી નોંધાવી છે.

જ્યારે નર્મદા જિલ્લા પંચાયતની આમલેથા બેઠક પર નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાના પુત્રી કોંગ્રેસના મનીષાબેન વસાવાએ જ્યારે એમાં આવતી ઢોલર તાલુકા પંચાયત બેઠક પર એમના જ નાના ભાઈ જતીન વસાવા, ગામકુવા બેઠક પર જમાઈ અલ્પેશ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. વડીયા જિ. પં.પર કાકા કિરણ વસાવાએ ભાજપ માંથી અને સગી ભત્રીજી હિનલ વસાવાએ કોંગ્રેસમાંથી ભચરવાડા તાલુકા પંચાયત માટે ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો