તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:નર્મદામાં પ્રથમ વરસાદ બાદ 50 ટકા વાવણી, કપાસ, તુવેર અને ડાંગરનું વાવેતર સૌથી વધુ

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક લાખ હેક્ટરમાં વાવેતર થાય છે, બાગાયતી પાકોમાં કેળા, શેરડી અને પૈપયાની વાવણી થાય છે

નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો જેમાં સરેરાશ તમામ જિલ્લાઓમાં 157 mm જેટલો વરસાદ નોંધાયો છે એટલે ખેડૂતો પોતાના ખેતરો તૈયાર કરીને બેઠા હતા જેમણે વાવેતર કરી દીધું છે અને અત્યાર સુધી એક લાખ હેક્ટર સામાન્ય ખેતીમાં થી 50 ટાકા વાવેતર થઇ ગયું છે આજુ વરસાદ પડતા 100 ટાકા વાવેતર થઇ જશે.

બીજીબાજુ બાગાયત ખેતીની વાત કરીએ તો જિલ્લામાં કેળા શેરડી અને પપૈયા થાય છે જેમાં પણ 50 હજાર હેક્ટર માં વાવેતર થઇ ગયું છે. ત્યારે ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ બંને ખેતીનું વાવેતર સારીરીતે થાય અને ખેડૂતો સૌથી વધુ ઉત્પાદન મેળવે એ દિશામાં કામગીરી કરી રહ્યા છે.

સરકારી યોજનાની સહાય માટે મદદ રૂપ થઇ રહ્યા છે
પ્રથમ વરસાદમાં 50 હાજર હેક્ટર જમીનોમાં હાલ વાવેતર થયું છે. હાલ ખેડૂતો વાવણીની કામગીરીમાં જોતરાઈ ગયા છે. અમારી ટીમો તાલુકા ખેતીવાડી અધિકારી ગામસેવકો સહીત ટીમો કોઈ ખેડૂતોને જરૂરિયાત હોય માહિતીની જરૂર હોય સરકારી યોજનાની જરૂર હોય તમામ માટે મદદ રૂપ થઇ રહ્યા છે.> નિલેશ ભટ્ટ, ખેતીવાડી આધિકારી,રાજપીપલા.

અન્ય સમાચારો પણ છે...