નિમણુંક:SOUના અધિક કલેકટર ડો. જોષીની મસુરીમાં બદલી

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IAS ટ્રેનિંગ એકેડેમીમાં પ્રોફેસર તરીકે નિમણુંક

ગુજરાત સરકારના અધિક કલેકટર ડો. સંજય જોષીની ભારત સરકારની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસુરી ઉત્તરાખંડ ખાતે ભારત સરકારના વિવિધ સેવાઓના અધિકારીઓની તાલીમ માટે પ્રોફેસર તરીકે નિમણૂક થયેલ છે.

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ દાંતા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર સંજય જોષી ગુજરાત વહીવટી સેવાના પ્રથમ અધિકારી છે કે જેમને આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થામાં કામ કરવાની તક મળી છે.

વડગામ તાલુકાના વતની ડો. જોશી એન્જિનિયરિંગની ડિગ્રી ઉપરાંત સોશ્યોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા ક્ષેત્રમાં ડિગ્રીઓ ધરાવે છે. વલ્લભભાઈ પટેલના જીવન ઉપર PHD મેળવી છે. કચ્છના ભૂકંપ સમયે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના મેનેજર તરીકે જવાબદારી નિભાવી સંજય જોશીએ જીએસડીએમએ તથા GIDMમાં પણ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...