તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:નર્મદામાં કોવિડ વેક્સિનેશન માટે કેન્દ્રોની સંખ્યામાં વધુ 50નો ઉમેરો

રાજપીપલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધી જિલ્લામાં 20,432 વ્યક્તિઓનું રસીકરણ કરાયુ
 • આરોગ્ય વિભાગ દ્વારા કુલ 250 કેન્દ્રો ઉપરથી ઝડપી વેક્સિનેશન

નર્મદા જિલ્લામાં કોવિડ-19 ના કેસોની સંખ્યામાં સતત વધારા સાથે કોરોનાના વધી રહેલ સંક્રમણને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર ડી.એ. શાહની અધ્યક્ષતામાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા આરોગ્યતંત્ર સાથે યોજાયેલી બેઠકમાં રસીકરણ કેન્દ્રની સંખ્યામાં 50 નો વધારો કરવામાં આવેલ છે, જેથી જીલ્લામાં હવે કુલ-250 રસીકરણ કેન્દ્રો કાર્યરત કરાયાં છે. અર્બન વિસ્તારના 15 જેટલા કેન્દ્ર કાર્યરત કરી 45 થી વધૂની વયની વ્યક્તિઓ અને 60 થી વધુની વયની વ્યક્તિઓને રસીકરણ કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી પટેલે જણાવ્યું હતું કે રસીકરણનો વ્યાપ વધારવા માટે ગત બુધવારના રોજ જિલ્લા પંચાયતના ચુંટાયેલા અને નગરપાલીકાના ચુંટાયેલા સભ્યઓ સાથે બેઠક યોજીને જન સમુદાયમાં જનજાગૃત્તિ કેળવવા માટે કોરોના રસીકરણ હોર્ડિગ્સ, ફ્લેક્સ-બેનર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર અને અન્ય જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.

આગામી 26 મી માર્ચ 21ના રોજથી નર્મદા જીલ્લામાં 60 જેટલા ગામોમાં ભવાઇ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે અને ગામેગામ માઇક દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ છે. આજદિન સુધી 45 થી 59 વર્ષની વયના અને 60 વર્ષથી ઉપરની વયના કુલ-20,432 નાગરીકો ને રસીકરણથી આવરી લીધેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો