કાર્યવાહી:પ્રવાસીઓની ડિટેઇલ મેન્ટેન ન કરનાર ઓમ ગૌરી હોટેલના મેનેજર સામે પગલાં

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લા એસઓજી દ્વારા કાર્યવાહી કરાઈ
  • અગાઉ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું

નર્મદા જિલ્લા કલેક્ટરે કેટલા જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે જેમાં પ્રવાસીઓ એક દિવસ માટે રોકાતા હોય કે ભાડુઆતે ઘર ભાડુઆત ને આપવાનું હોય કે કોઈને વેચવાનું હોય તેની વિગતો રાખી નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવવી. જેથી જિલ્લામાં સુરક્ષાને લઈને તકેદારી રાખી હતી.

નર્મદા જિલ્લામાં પણ પ્રવાસીઓની અવરજવર વધુ હોય કોણ કેવી વ્યક્તિ આવે છે અને હોટલે મોં રહે છે તે બાબતની તપાસ માટે SOG નર્મદાના પી.આઇ કે.ડી જાટની ટીમે વાવડી ગામે ઓમ ગૌરી હોટલમાં ચેકીંગ કરતા સોફ્ટવેરનો આઈ.ડી. તથા પાસવર્ડ આપી માહિતી ચેક કરતા ચાલુ માસે રીશેપ્શસન કાઉન્ટર ઉપર મુકેલ રજીસ્ટરમાં 1 થી 17 સપ્ટેમ્બર 21 સુધીની મુસાફરોના 34 નામો નોંધ કરવામાં આવેલ હોવા છતાં તેમના પથિક સોફટવેરમાં એકપણ એન્ટ્રી ઓંનલાઇન નહિ કરી તેમજ પોતે નમુના મુજબના ઉતારૂઓના રજીસ્ટરમાં નિયત કોલમ મુજબ નોંધ નહિ કરતા વાવડી ગામે રહેતા મેનેજર નિલકંઠ જીતેંદ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...