ઝાડીઓને કારણે અકસ્માત:ભાણદરાથી કેવડિયા રોડ પર ઝાડી ઝાંખરા વધી જતા અકસ્માતો વધ્યા

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ રોડ તો બનાવી દીધા પણ આજુબાજુની સફાઈ જરૂરી બની

ગરુડેશ્વર તાલુકાના ભાણાદરા ગામથી ગોરા થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા પ્રવસીઓ માટે સરકાર દ્વારા રોડ તો બનાવ્યો પરંતુ એક વર્ષમાં આ ભાણદરા થી કેવડિયા રોડની આજુબાજુમાં ઝાડી ઝાંખરા ખુબ વધી ગયા છે ત્યારે રસ્તો સાંકડો બની ગયો છે ઝાડીઓને કારણે અકસ્માતો વધ્યા છે.

હાલ પ્રવાસીઓ અને સ્થાનિક ગ્રામજનો પણ આ રસ્તાની આજુ બાજુમાં ઉગી નીકળેલ હોય તાત્કાલિક અસર થી રાષ્ટ્રીય એકતા દિવસ ના કાર્યક્રમ પહેલા કપાઈ જાય એવી માંગ ઉઠી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જતા ભરૂચથી ફોરલેન રસ્તો બનાવવામાં આવ્યો છે. આ સાથે ભાણદરા થી ગોરા થઇ ને નવા બ્રીજ પર થઇ ને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ શકે છે ત્યારે આ રોડ નવો બનાવવામાં તો આવ્યો પણ તંત્ર દ્વારા કોઈ કાળજી લેવાઈ રહી નથી.

અન્ય સમાચારો પણ છે...