અકસ્માત:ડિવાઈડર બનાવવાનું મશીન રસ્તા વચ્ચે જ મૂકતાં અકસ્માત

રાજપીપળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અંક્લેશ્વરના રાજપીપળા રોડ પર બનેલી ઘટના

રાજપીપલા શહેરમાં મુખ્ય RCC રોડ બની રહ્યો છે. અને જેમાં વચ્ચે ડિવાઈડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટર કે સુપરવાઈઝરની ભૂલને કારણે એક રાતમાં અનેક અકસ્માતો સર્જાયા જેમાં એક રામપુરાના રહીશ રાજપીપલા થી પોતાના ગામ જતા હતા ત્યારે અચાનક અંધારમાં રસ્તામાં મૂકેલું આ ડિવાઈડર બનાવવાનું મશીન દેખાયું પણ તેની સાથે આથઈ ગઈ જો ગાડી પલ્ટી ખાઈ ગઈ હોત તો ગાડીમાં બેઠેલા ત્રણ લોકોનો જીવ જાત તો આવી બેદરકારી સામે માર્ગમકાન વિભાગે પગલાં લેવા જરૂરી બન્યા છે.

રામપુરાના રહીશ દીપકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજપીપલાનો મુખ્ય રોડ બહુ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. જેમાં હાલ ડિવાઈડર નું કામ ચાલે છે તે મશીન થી બનાવે છે પરંતુ કોન્ટ્રાક્ટર કે તેનો સુપરવાઈઝરની દેખરેખ માં જે ડિવાઈડર બને છે એ મિશીન રાત્રે ખસેડી સાઈડ પર મુકવામાં આવતું નથી અને રસ્તા વચ્ચે જ મૂકી રાખવામાં આવે છે, હવે કોઈ ટ્રીટ લાઈટ નીચે મુકતા નથી કે વાહન ચાલક ને દેખાય. જે કોઈ સાઈનબોર્ડ નથી મૂક્યું નથી.

આ મશિન પર કોઈ રેડિયમ પણ નથી લગાડ્યું કે રસ્તા વચ્ચે કાંઈ છે તે ચાલકને દેખાય મેં મારી કાર લઈને જતો હતો તે એકદમ અંધારામાં મશીન દેખાયું બ્રેક મારી પણ આ મશીન સાથે કાર મારી ઘસાઈ ગઈ મોટું નુકશાન થયું છે. અને સારું છે કે ગાડી પલ્ટી ના ખાઈ ગઈ બાકી અમારો જીવ જાતો એ અલગ તો આનો જવાબદાર કોણ તંત્ર આ અંગે કાળજી રાખે અને જરૂરી પગલાં ભારે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...