બોરીદ્રા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોને બાળકો સાથે એટલો લગાવ છે કે પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણતા ના આરે છે ત્યારે 1 થી 8 ધોરણની પ્રાથમિક સ્કૂલમાં થી હવે માધ્યમિક સ્કૂલમાં જવાના હોય બીજી સ્કૂલમાં જવાના હોય આચાર્ય અનિલ ગુરુજી અને અન્ય શિક્ષકોના પ્રયાસો થી બાળકોની શિક્ષકો એ આરતી ઉતારી તેઓ પોતાના ભવિષ્યને ઉજ્વળ બનાવે ઉચ્ચ શિક્ષણ મેળવે એવા આશિસ આપવામાં આવ્યા હતા.
બોરીદ્રા ગામની પ્રાથમિક શાળામાં સેવાનું ઝરણું કાર્યક્રમ અંતર્ગત ધોરણ 8નો વિદાય સન્માન કાર્યક્રમ સ્કૂલ પરિવાર અને શીતલબેન મિસ્ત્રીના સહયોગ થી કરવામાં આવ્યો જેમાં ધોરણ 8ના બાળકોને લાઈન બદ્ધ ઉભા રાખીને આરતી ઉતારી તેમનું બહુમાન કર્યું અને પુષ્પગુચ્છ, પેન પુસ્તક આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર CRC વાસુદેવભાઈ, મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર ના કલ્પનાબેન રજવાડી અને વેરિસાલપરાના શિક્ષક નિવિદભાઈ વાજાની હાજર રહ્યા હતા. સૌ મહાનુભાવો એ બાળકો ને આગળના અભ્યાસ માટે વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી. અને સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું.
આ બાબતે આચાર્ય અનિલ મકવાણા એ જણાવ્યું હતું કે શિક્ષકોની સાચી મૂડી જ તેમના વિદ્યર્થિઓ છે. એક ઘડાને જેમ કુંભાર સુંદર આકાર આપે તેમ ખુબ મહેનત કરીને અમે શિક્ષકો ભારતના ભવિષ્ય ઘડતા હોય છે એટલે કે એ વિદ્યાર્થી મોટો થઇ ને દેશનો ઈંજનેર, ડોક્ટર કે નેતા કે સોસીયલ વર્કર બને પણ દેશમાટે સેવા કરે ત્યારે આવા ભારતના ભવિષ્યની અમે પૂજન કરી નવા ઉત્તમ શિક્ષણ ની સંકલ્પ કરાવીને ધોરણ 9 માં મોકલીએ છે જેથી આ વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.