નિર્ણય:રાજપીપળા સ્થિત હરસિદ્ધિ મંદિર પ્રાંગણમાં મહારાણા વેરીસાલજી ગોહિલની પ્રતિમા મુકાશે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાજા-મહારાણીએ સાથે રહી રાજપૂતોની હાજરીમાં ભૂમિપૂજન કર્યું

રાજપીપળાના મહારાણા વેરિસલજી મહારાજ આજથી 410 વર્ષ પહેલાં ઉજજેનથી હરસિધ્ધિ માતાજીની ભક્તિ કરી તેમના નાંદોદીગઢમાં લાવ્યાં હતા. રાજપીપળા ખાતે તેમનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. ત્યારથી રાજપીપળાની કુળદેવી માઁ હરસિધ્ધિ સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આ મંદિરના પરિસરમાં મહારાણા વેરિસલજી ગોહિલની પ્રતિમા મુકાય જેથી તેમની ભક્તિ યુગો યુગો સુધી લોકો જુવે અને જાણે એવા એક સારા વિચાર સાથે રાજપૂત સમાજ સાથે મહારાજા રઘુવીરસિંહજી ગોહિલ અને મહારાણી રૂક્ષમણી દેવીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

રાજપુત સમાજના યુવાનો દ્વારા રાજપીપળા સ્થિત રાજપૂતોના દરેક ગામની માટી અને જળ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યુ હતું.રાજપૂત યુવાનો દ્વારા માતાજીને લાવનાર રાજવી એવા મહારાણા વેરિસાલજી ગોહીલની પ્રતિમા મંદિરના પટાગણમાં સ્થપાશે.

અન્ય સમાચારો પણ છે...