સુવિધામાં વધારો:રાજપીપળામાં 86 લાખના ખર્ચે અદ્યતન સ્મશાન ગૃહ બનશે

રાજપીપળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકા દ્વારા સંચાલિત સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રિક સગડી પણ લવાશે

રાજપીપળા શહેર વાસીઓ ની વર્ષોથી ઇલેક્ટ્રિક કે ગેસ આધારિત સગડી સંચાલિત સ્મશાન ગૃહ નિર્માણ માટે રજૂઆતો આવતી હતી. હાલ એક હયાત સ્મશાન ગૃહ છે પરંતુ લાકડા ની તકલીફ, સલગાવાની તકલીફ માટે નગરપાલિકા વિસ્તારમાં અદ્યતન સ્મશાન ગૃહ બનાવવાનું રાજપીપળા નગરપાલિકાએ નક્કી કર્યું છે. ગુજરાત સરકારે 86 લાખ રૂપિયાની ગ્રાંટ ફાળવી છે. રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરના જુના કોટ વિસ્તારમાં અદ્યતન સ્મશાન ગૃહ બનાવાશે.

આગામી સમયમાં 1371 ચો.મી ની વિશાળ જગ્યામાં 10 ફૂટની કંપાઉન્ડ વૉલ વાળુ આધુનિક પદ્ધતિથી સજ્જ અદ્યતન સ્મશાન ગૃહ આકાર પામશે.એ સ્મશાન ગૃહમાં પ્રાર્થના હોલ, ઇલેક્ટ્રિક ભઠ્ઠી, ગેસ ભઠ્ઠી, ભવ્ય મંદિર, શંકર ભગવાનની ભવ્ય પ્રતિમા, લાકડાઓ સ્ટોરેજ કરવાનો મોટો રૂમ અને 3 મૃતદેહો એક સાથે રાખી શકાય એટલી ક્ષમતાનું કોલ્ડ સ્ટોરેજ, પીવાના પાણી અને શૌચાલયની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં મૃત્યુ આંક વધ્યો હતો, અગ્નિદાહ માટે લોકોએ રાહ જોવી પડતી હતી.

રાજપીપળા અને આસપાસના ગામોમાં વસ્તી પણ વધી રહી છે. જેથી બીજું સ્મશાન ગૃહ બને એવી લોક માંગ હતી અને.ખરેખર જરૂરી હતું. સરકારમાં રજુઆત મૂકી મંજૂરી મળતા ટુક સમય માં કામ ચાલુ થશે. લોકોની સુવિધા માટે જ આ નિર્ણય લીધો છે. અમે અધિકારીઓ સાથે એ જગ્યાની મુલાકાત લઈ પ્લાનિંગ કરી લીધું છે, એક ભવ્ય સ્મશાન ગૃહ બનશે જેની રાજપીપળાના લોકોએ કલ્પના કરી હતી જેનું સંચાલન રાજપીપલા નગરપાલિકા કરશે.

અન્ય સમાચારો પણ છે...