તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ જપ્ત:સરદાર સરોવર ડેમ વાટે મહારાષ્ટ્રથી ગુજરાતમાં લવાતો 2 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટ મૂકી ચાલક ફરાર, પોલીસે બોટ સહિત કુલ રૂ.3.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સરદાર સરોવર નર્મદા ડેમ થકી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીને લઈને ગરુડેશ્વર-કેવડિયા પોલીસ સતત વોચ રાખી બેઠી હતી. બીજી બાજુ એસઆરપી ગ્રુપ-18 ની ટીમ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.ત્યારે અગાઉ જેમ ફરી નર્મદા ડેમના તળાવ માર્ગે મહારાષ્ટ્ર માંથી લવાઈ રહેલો 3.56 લાખ રૂપિયાનો વિદેશી દારૂ બોટ સહિત પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર પ્રવાસીઓ માટે જેમ આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે. તેમ આટલી સુરક્ષા હોવા છતાં બુટલેગરો વિદેશી બનાવટ ના દારૂની હેરાફેરી માટે પસંદ કરે છે. એક માસના ટૂંકા ગાળામાં મોટો જથ્થો ફરી પોલીસે ઝડપી પાડ્યો છે. એસ.આર.પી ગ્રુપ-18 ના ઈન્ચાર્જ કમાન્ડન્ટ ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીને આધારે કેવડિયા પી.આઈ ડી.બી.શુકલા, ગરૂડેશ્વર પી.એસ.આઈ એમ.આઈ.શેખ સહિત પોલીસ ટીમ સરદાર સરોવર ડેમની સરકારી બોટમાં બેસી માંકડખાડા નજીક નર્મદા નદીના કિનારેથી એક અજાણ્યા બોટનો ચાલક કિનારે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની હેરફેર કરતો હતો તેના ઉપર રેઈડ કરતા અજાણ્યો બોટ ચાલક બોટ મુકી જંગલ ઝાડી તરફ નાશી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...