કોરોના સંક્રમણ:રાજપીપળાના ભાટવાડા ગામમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો

રાજપીપલા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં છેલ્લા 4 મહિનામાં કોરોના ના કેશો નહિવત થઇ ગયા અને છેલ્લા ત્રણ મહિનામાં માત્ર એક કેશ પોઝિટિવ નીકળ્યો હતો તે સાજા થઇ ને ઘરે પણ જતારહ્યા પરંતુ તાજેતરમાં રાજપીપલા શહેરના ભાટવાડા વિસ્તારમાં એક પોઝિટિવ કેશ નોંધાયો, રાજપીપલા ની અર્બન હેલ્થ સેન્ટર ખાતે રિપોર્ટ કઢાવ્યા પછી પોઝિટિવ આવતા અરજી વિભાગની ટીમ દર્દીને રાજપીપલા કોવીડ હોસ્પિટલ ખાતે લઇ સારવાર શરૂ કરી છે. જોકે હાલ આરોગ્ય વિભાગ તેની હિસ્ટ્રી ચેક કરી તેના સંપર્કમાં આવેલા લોકોના પણ સેમ્પલો લઇ રહ્યા છે.

આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે જે ભટવાડા વિસ્તાર છે. જેની સારવાર ચાલુ કરીદેવામાં આવી છે. ગત રોજ RTPCR ટેસ્ટમાં 136 અને રેપિડ ટેસ્ટમાં 130 સહિત કુલ-266 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...