છેડતી:જીતનગર ગામે મહિલા તલાટી સાથે અસભ્ય વર્તન કરાતા પોલીસ ફરિયાદ

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 જૂન 21 થી તલાટીને જીતનગર ગ્રામ પંચાયતનો વધારાનો ચાર્જ સોંપાયો

નાંદોદ તાલુકાના ભદામ દરવાજા ફળિયુંમાં રહેતા બીનાબેન રામા પટેલ વાવડી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેમને 1જૂન 21થી વધારાનો ચાર્જ જીતનગર ગ્રામ પંચાયત કચેરીનો સોપવામાં આવેલ છે. ગત રોજ બીનાબેન તેમની ફરજના ભાગરૂપે જીતનગર ગ્રામ પંચાયત ઓફિસ ખાતે કામગીરી કરતા હતા ત્યારે જીતનગર ગામમાં રહેતો હિતેશ વસાવા પંચાયત ઓફિસ ખાતે આવી મહિલા તલાટીને સંબોધી કોઈ સરકારી લાભ આપતા નથી પંચાયત કશુજ કરતી નથી આમ કરીશ તેમ કરી દઇશ તેમ જણાવી વિભત્સ શબ્દો બોલતો.

મહિલા તલાટીએ અપશબ્દો નહિ બોલવાનું જણાવતા શાંતિથી રજૂઆત જે કરવી હોય તે કરી શકોની વાત કહેતા હિતેશ વસાવા ગુસ્સામાં આવી. તુ મને ઓળખે છે હુ કોન છુ” તેમ જણાવી પ્લાસ્ટીકની ખુરશી ઉગામી મારવા જાત પંચાયત ઓફિસમાં હાજર સભ્યએ પકડી લેતા તલાટી કમ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. ઉપરથી “તુ પંચાયત ઓફિસમાં આવી કેવી કામ કરે છે તે હું જોવ છુ” તેવી ગુન્હાહીત ધમકી આપતા આ હિતેશ વસાવા વિરુદ્ધ તલાટીએ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પી.એસ.આઇ.બી.આર.પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...