આયોજન:કરજણ ડેમ સાઇટ પર 72માં બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં નૌકા અભિયાન યોજાશે

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19મીએ રઘુવીરસિંહ ગોહિલ અને રૂકમણી દેવી ગોહિલની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ થશે

ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વ હેઠળ ગુજરાતના યુવાનોની તાલીમ અને પ્રેરણામાં મોખરે રહેલાં ગુજરાતના NCC ના આર્મી, નેવી અને એરફોર્સના કેડેટ્સને તાલીમબધ્ધ કરવાની સાથે તેમનામાં સાહસ-શોર્યની ભાવના કેળવાય તેવા હેતુથી અનેકવિધ સાહસિક પ્રવૃત્તિઓનું સમયાંતરે સુચારૂં આયોજન પણ કરવામાં આવે છે અને તેના ભાગરૂપે તથા ભારતના ૭૨ માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં કમાન્ડીંગ ઓફીસ 9-નેવલ યુનિટ

NCC-નવસારી ધ્વારા અને ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના દિશા નિર્દેશો હેઠળ 18 મી થી 27 મી નવેમ્બર 21 દરમિયાન રાજપીપળામાં કરજણ ડેમ સાઇટ ખાતે નૌકા અભિયાન-2021 યોજાશે. રાજપીપલાના રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ અને રૂકમણીદેવી ગોહિલ તેમજ વડોદરા NCC ગૃપ હેડ-કવાર્ટરના બ્રિગેડીયર બી.એસ.રાવત તથા 9-નેવલ યુનિટ, NCC નવસારીના લેફ. કમાન્ડર અમીત નૈન અને વડોદરા NCC ગૃપ હેડ-ક્વાર્ટરના 300 જેટલા NCC કેડેટસની ઉપસ્થિતિમાં 19 મી નવેમ્બર 21 ને શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે કરજણ ડેમ સાઇટ ખાતે “નૌકા અભિયાન” માં ભાગ લઇ રહેલાં નેવલ વિંગના 85 જેટલા NCC કેડેટ્સના આ અભિયાનને ફ્લેગ ઓફ કરી(ઝંડી ફરકાવીને) પ્રસ્થાન કરાવશે, જેમાં આ તાલીમ-અભિયાન દરમિયાન ભાગ લઇ રહેલાં NCC કેડેટ્સ 210 કિ.મી. અંતર કાપશે.

અન્ય સમાચારો પણ છે...