ડેડિયાપાડા એડીશનલ સિવિલ અને એ.એમ.એફ.સી કોર્ટમાં એક વ્યક્તિ પ્રવેશી તેની પાસેના બે પથ્થરો સીધા જ્યાં નામદાર જજ સાહેબ બેસે છે તે ડાયસ પર ફેંકતા દોધામ મચી હતી. જોકે એ વ્યક્તિની ધરપકડ કરી તેની સામે ઇ.પી.કો કલમ 323, 337, 228, 353 તથા પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટ 1984ની કલમ 3(1),(2-ઇ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આવેલ એડીશનલ સિવિલ અને એ.એમ.એફ.સી કોર્ટમાં ક્લાર્ક સહિતના કર્મચારીઓ કામ કરતા હતા. નામદાર જજ સાહેબ પોતાના કેબિનમાં હતા એ સમયે ડેડિયાપાડા થાણા ફળિયામાં રહેતો 40 વર્ષીય યુવાન જાલમસિંગભાઇ દશરીયાભાઇ વસાવા કોર્ટમાં પ્રવેશી કોર્ટ કાર્યવાહી ચાલુ હતી અને કોર્ટ કર્મચારી રજનીશકુમાર મીરૂભાઇ વસાવા અને અન્ય કર્મચારી બોર્ડ ઉપર બેસી કામગીરી કરતા હતા. ત્યારે અચાનક કોર્ટ રૂમમાં પ્રવેશેલ જાલમસિંહ વસાવા એ પોતાની પાસેના પથ્થરો વારાફરથી મેજિસ્ટ્રેટ સાહેબના ડાયસ પર ફેંક્યા હતા. જેથી સ્થાનિક કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓમાં દોડધામ થઇ જોકે ત્યાં હાજર પોલીસે આ જાલમસિંહને પકડી લીધો હતો. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો પણ કોર્ટના કર્મચારીઓએ નોંધાવ્યો છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ આ વ્યક્તિ માનસિક અસ્વસ્થ છે. જેને વડોદરા માનસિક રોગોઓની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ આ પોલીસ તપાસનો ફરિયાદીને પોતાની ફરજ બજાવતા અટકાવવાના કે,રોકાવાના ઇરાદાથી કોર્ટ રૂમમાં આવી પોતાના ખિસ્સામાંથી એક પથ્થર કાઢી ફેંક્યો છે જેનાથી ડાયસ પરનો કાચ ઉપર છૂટો પથ્થર મારી તોડી 5000 રૂપિયાનું સરકારની સંપતિનું નુકશાન કરી ગુનો કર્યો જે બાબતે અને કેમ કર્યો જે બાબતે તપાસ પોલીસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.