દુર્ઘટના:રાજપીપળામાં જર્જરિત મકાન ધરાશાયી

રાજપીપલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન માલિકે લોન લીધી હોવાથી વીમો કરાવ્યો હોવા છતાં ટોટલ લોસ મકાન સામે વીમા કંપનીની આડોડાઈ

રાજપીપલા ચોર્યાસીની વાડી પાસે અશ્વિનકુમાર ઇન્દ્રસિંહ રાઉલજીનું 60 વર્ષથી જૂનું બે ગાળાનું મકાન આવેલું છે. આ મકાનમાં તેઓ પરિવાર સાથે રહેતા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ વડોદરા રહેવા ગયા છે ત્યારે હાલ રાજપીપલા એક સપ્તાહમાં પડેલા ભારે વરસાદને પગલે બે દીવાલો વચ્ચે એક અઠવાડિયા સુધી પાણી ભરાઈ રહેતા આખરે આ દીવાલ ધરાશાયી થઇ ગઈ અને જેને કારણે મકાનનો એક આખો ભાગ ધરાશાયી થઇ જતા મકાન પડી ગયું છે.

હવે આ મકાન બાબતે મામલતદાર નાંદોદ અને ચીફઓફીસર રાજપીપલા નાગપાલિકાને જાણ કરી હતી. મકાન ઉપર લોન હોય બેન્ક દ્વારા રાજપીપલા પોલીસમાં જાણ કરતા પોલીસે પણ જરૂરી તપાસ કરી છે ત્યારે આ મકાન પર લોન અપાતા પહેલા બેન્ક દ્વારા વીમો કરાવવામાં આવ્યો હતો હવે વીમા કંપની આડોડાઈ કરી રહી છે ત્યારે મકાન મલિક હવે આંદોલન કરવા મજબૂર બન્યા છે.મકાન માલિકે જણાવ્યું હતું કે, હાલમાં અમે વડોદરા ખાતે રહીએ છીએ. જો અહીંયા રહેતા હોત તો હોનારત થઇ હોત પણ સદ નસીબે મકાનને જ નુકસાન થયું છે. મારે આ મકાન પર 9.95 લાખની લોન છે.

લોન લેતી વખતે જ આ મકાન ઉપર વીમો બેંકે જ લીધો હતો. આ મકાન ધરાશાયી થયું હોય વરસાદી પાણી ભરાવાને ને કારણે આ મકાન પડ્યું છે કોઈએ જાણી જોઈને પડ્યું નથી. તો વીમા કંપની વાળા આડોડાઈ કરે છે અને નવા નવા નિયમો બતાવે છે આજે આ મકાન ઉભું હતું જેનો વીમો કાઢ્યો અને આજે તૂટી ગયું છે.આ મકાન વષોથી અડીખમ હતું આ વરસાદના પાણીમાં ધોવાણ થયું છે અને વરસાદને કારણે આ મકાન ધરાશયી થયું હોય સરકાર આ બાબતે જરૂરી સરકારમાં રિપોર્ટ કરે અને મને જે નુકસાન થયું છે તેની સહાય કરે મારી માંગ છે.- અશ્વિનકુમાર રાઉલજી, મકાન મલિક.

અન્ય સમાચારો પણ છે...