તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લાનો વર્ષ 21-22નો 910.84 કરોડનો વાર્ષિક ક્રેડીટ પ્લાન ખૂલ્લો મુકવામાં આવ્યો

રાજપીપલા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરઘા ઉછેર સહિતની પ્રવૃત્તિઓ માટે 99.43 કરોડની ફાળવણી

નર્મદા જિલ્લાની લીડ બેન્ક દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 21-22 ના વર્ષ માટેનો 910.84 કરોડનો તૈયાર કરાયેલ વાર્ષિક ક્રેડીટ પ્લાનને નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે ખૂલ્લો મૂક્યો હતો. જુદા જુદા ક્ષેત્રોમાં ચાલુ વર્ષમાં કુલ ધિરાણ માટે નિયત કરાયેલ લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ થાય તે જોવા ડી.એ. શાહે અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો છે.

લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર ગોવિંદભાઇ પ્રજાપતિ, બેંક ઓફ બરોડાના ચીફ મેનેજરશ્રી આર.પી.વિજય, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના મેનેજર યોગેન્દ્રકુમાર અધ્યારૂ, બરોડા સ્વરોજગાર સંસ્થાનના ડિરેકટરશ્રી સતીષ ગોહિલ, પ્રતાપભાઇ બારોટ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ક્રેડીટ પ્લાનના વિમોચન પ્રસંગે પ્રારંભમાં લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર ગોવિંદભાઇ પ્રજાપતિએ જિલ્લા કલેકટર ડી એ.શાહને ક્રેડીટ પ્લાનની વિગતોની રૂપરેખા સાથે વિસ્તૃત જાણકારી આપી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લાના આ ક્રેડીટ પ્લાનમાં ચાલુ વર્ષે સૌ પ્રથમવાર જિલ્લામાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને મરઘા ઉછેર જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ માટે 99.43 કરોડની વિશેષ ફાળવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...