તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:ચૂંટણીલક્ષી ફરજ માટે 85 કર્મીઓને માર્ગદર્શન અપાયું, રાજપીપલામાં કર્મીઓની ચૂંટણીલક્ષી તાલીમ યોજાઇ

રાજપીપળા21 દિવસ પહેલા
 • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં આગામી 28 મી ફેબ્રુઆરી 21 ના રોજ યોજાનારી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ઝોનલ ઓફિસર, પ્રિસાઇડીંગ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર કર્મચારીઓ સહિત કુલ-85 જેટલાં અધિકારીઓને તેમની ફરજના ભાગરૂપે કરાયેલ તબક્કાવાર તાલીમી આયોજન માટે રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ યોજાઇ હતી.

રાજપીપલા નગરપાલિકાના ચૂંટણી અધિકારી કે.ડી.ભગતે ઉક્ત તાલીમમાં મતદાનનાં દિવસે સમયસર કરવાની થતી કામગીરી અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમવર્ગમાં EVM રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને EVM અંગે ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો