જીવાદોરી:ધારીખેડા સુગરનું એક સિઝનમાં 8 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદાના ખેડૂતો માટે જીવાદોરી બનેલી એકમાત્ર ધારીખેડા સુગર
  • 25 વર્ષની સફરમાં ખાંડ ઉત્પાદન સહિતની અનેક સિદ્ધિ મેળવી

25 વર્ષ પહેલા 2500 મેટ્રિક ટનથી શેરડી પીલાણનું શરૂઆત કરનાર આ સુગરમાં હાલમાં 8 લાખ મેટ્રિક ટન સિઝનમાં પીલાણ થાય છે. કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે જેમાં તમામ ધંધા વ્યાપાર ઠપ્પ છે, નર્મદા જિલ્લામાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ત્યારે કેળાના ભાવ પણ તળિયે બેસી જતા ખેડૂતોના હાલ બેહાલ છે. જીલ્લાની જીવાદોરી સમાન નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી આજે ખેડૂતો માટે અકબંધ છે.

નર્મદા સુગર ફેક્ટરી એક માત્ર જીવાદોરી
શેરડી પકવતા ખેડૂતોને કોઈ નુકસાન ન થતાં આજે નર્મદા સુગર પોતે સક્ષમ ઉભી છે અને હરણફાળ દોડ દોડી રહી છે અને રાજ્યમાં નર્મદા સુગર સક્ષમ અને સધ્ધર ગણાય છે જેની પાછળ મુખ્ય સફળ સુદ્રઢ અને પારદર્શક વહીવટ સફળ વહીવટ ને લઈને આજે નર્મદા સુગર ફેક્ટરીની 42.50 કરોડની કિમંત થી 273 કરોડની કિંમત પર પહોંચી છે. નર્મદા જેવા આર્થિક રીતે પછાત જિલ્લામાં એક માત્ર મોટાકદની સહકારી સંસ્થા આજે ખેડૂતોની જીવાદોરી બની છે. નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે જ્યાં એક પણ ઔદ્યોગિક એકમો આવ્યા નથી એટલે નર્મદા સુગર ફેક્ટરી એક માત્ર જીવાદોરી છે.

સફળ સંચાલન ને લઈને ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે
જેના ઇતિહાસની વાત કરી એ તો 1989 માં નોંધણી લાયસન્સ અને સહકારી મંડળીનું સર્ટી બાદ 1997 માં વિધિવત ધમધમતી થઇ ત્યારે શરૂઆતમાં 6700 મેટ્રિક ટન ની કેપેસીટી હતી છતાં શરૂ થયેલી આ સુગર ફેક્ટરી વિકટ પરિસ્થી માં આવતા એક શિક્ષક અને સહકારી આગેવાન ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ ને ચાર્જ આપવામાં આવ્યો બાદમાં ખુબ મહેનત કરી નર્મદા સુગર ફેક્ટરી ને ધમધમતી કરી આજે તેમના 25 વર્ષના શાસન માં અનેક પ્રોજેક્ટોઅને 15 થી વધુ એવોર્ડ મળ્યો છે. ગુજરાતમાં નર્મદા સુગરનું નામ ટોપ પર આવી ગયું છે. બેસ્ટ રીકવરી, બેસ્ટ મેનેજમેન્ટ, સહિતના 18 જેટલા નેશનલ એવોર્ડો અને રાજ્ય કક્ષાના એવોર્ડ મેળવી ચુકી છે. આ સાથે રાજ્યમાં બી હેવી મોલાસીસ માંથી ઇથેલોન બનાવવો, ઓર્ગેનિક ખેતી અને ઓર્ગેનિક ખાંડ ઉત્પાદન, બાયોકમ્પોસ્ટ ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર સહીત અનેક સિદ્ધિ આ 25 વર્ષમાં સંચાલકો લાવ્યા જે સફળ સંચાલન ને લઈને ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...