સુવિધા:નર્મદા જિલ્લામાં ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ જિલ્લાની 671 પ્રા. શાળામાં કોવિડ સેન્ટર બનાવ્યા

રાજપીપલા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગામની જ પ્રાથમિક શાળામાં લોકોની સારવાર કરાશે. - Divya Bhaskar
ગામની જ પ્રાથમિક શાળામાં લોકોની સારવાર કરાશે.
  • ગામની પ્રાથમિક શાળાઓમાં જ શંકાસ્પદ દર્દીઓને સાચવવાની જવાબદારી કર્મચારીઓને સોંપાઈ

ગુજરાત સ્થાપના દિવસથી જ સરકારે કસંકલ્પ કર્યો છે. આખું રાજ્ય કોરોના મુક્ત બને 15મી મે સુધી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લામાં કોવિડ-19ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ગ્રામ્યકક્ષાએ સમયસર સારવાર મળી રહે તે હેતુસર જિલ્લાની 671જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયાં છે.

નર્મદા જિલ્લામાં “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત દેડીયાપાડા તાલુકાની 213 જેટલી શાળાઓમાં કોવિડ કેર સેન્ટર હેઠળ-631 પથારી (બેડ), ગરૂડેશ્વર તાલુકાની 118 જેટલી શાળાઓમાં કોવિડ કેર સેન્ટર હેઠળ-617 પથારી (બેડ), નાંદોદ તાલુકાની 133 જેટલી શાળાઓમાં 861 પથારી (બેડ), સાગબારા તાલુકાની 106 જેટલી શાળાઓમાં 778 પથારી (બેડ) અને તિલકવાડા તાલુકાની 101જેટલી શાળાઓમાં કોવિડ કેર સેન્ટર હેઠળ-405 પથારીની (બેડ) ની વ્યવસ્થા ઉભી કરાયેલ છે.

નર્મદા જિલ્લાની 671 પ્રાથમિક શાળાઓમાં કોવિડ સેન્ટર કાર્યરત કરીને તેમાં કુલ 3192 પથારી (બેડ) ની સુવિધા- વ્યવસ્થા કરાયેલ છે. આ કોવિડકેર સેન્ટરમાં ગાદલું, ઓસીકુ, ચાદર, ચારસો, પીવાના પાણીની સુવિધા ઉપરાંત અન્ય વપરાશ માટેના પાણીની સુવિધા, માસ્ક, સેનેટાઇઝર દવાની કીટ, સેનીટેશનની સુવિધા અને સફાઇ નાહવાેની પણ અલાયદી સુવિધા કરાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...