તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:કેવડીયા સહિત 6 ગામોનોે આદર્શ નગરમાં જવાનો ઇન્કાર

રાજપીપલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાગડીયા ગામના 95 % ગ્રામજનોનું સરકારની યોજનાનો વિરોધ કરતું TDOને લેખિત આવેદન

સરદાર સરોવર નર્મદા બંધનાં આગળના ભાગે આવેલા છ ગામો કેવડિયા, કોઠી, વાગડીયા, ગોરા, નવાગામ, લીમડી આ છ ગામોની જમીનો સરકાર મીઠાના ભાવે માંગતી હોય જેતે વખતના આ ગામના વડીલોએ સરકારના પેકેજ કે રૂપિયા લેવાનો ઇન્કાર કર્યો હતો. હાલ તંત્રએ ગામ ખાલી કરાવવા કેવડીયાની આસપાસના છ ગામો પૈકીનું વાગડીયા ગામને હાથ પર લીધું છે ત્યારેની જમીન 100% સંપાદન અંગે વાગડીયા ગામના ગ્રામજનો વતી આર.ટી.આઈ. હેઠળની માહિતી આપવામાં તંત્ર ઠાગા થૈયા કરી રહ્યું છે. હોઈ ગામના લોકો માટે ગોરા ગામ પાસે નિર્માણ કરેલ આદર્શ નગરમા જવા 95% આદિવાસી પરિવારોની અસહમતી સાથે વાગડીયા ગામના ગ્રામ જનોએ આજે વિરોધ નોંધાવીને ગરુદડેસ્વર તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપ્યું છે.

આવેદન પાત્ર માં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર (સરદાર સરોવર નર્મદા નિગમ લિ.) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેયુની રચના કરીને સમગ્ર દેશની પ્રજામાં એકતા છે તેવો મેસેજ સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરવા જાય છે ત્યારે કેવડીયા કોલોનીની આસપાસમાં આવેલ ગામોના રહીશો આદિવાસી સમાજના હોય તેઓ પોતાનું ભરણ પોષણ ખેતી તથા જંગલ વિસ્તારમાં આવેલ કેટલીક ઔષધિઓ વેચીને જીવન ગુજારતા હોય તે સમયે આ તમામ પ્રાકૃતિક સંપદા જેવા કે જળ- જગંલ જમીન છીનવીને આદિવાસી પ્રજા વિરૂધ્ધ જે નિર્ણય શાસનકર્તાઓ કરી રહેલ છે જેમા સમસ્ત ગ્રામજનો માં રોષ જોવા મળી રહ્યો છે. વાગડીયા ગામની જમીન100% સંપાદન કરવામાં આવેલ છે તેવો સરદાર સરોવર નર્મદા નિગમ લિ. નો દાવો છે.

જમીન સંપાદનની કાર્યવાહી સને 1961-62 કરવામાં આવેલ તેમ જણાવે છે પરંતુ વાગડીયા ગામના ગ્રામજનો વતી આર.ટી.આઈ. હેઠળની માહિતી માંગતા આ જમીન સંપાદન કરવાની કાર્યવાહી કયારે શરૂ કરવામાં આવી?, કયારે પૂર્ણ કરવામાં આવી? તથા જમીન માલિકોને તેનુવળતર કયારે ચુકવવામાં આવ્યુ? તેવી માહિતી આ આદિવાસી સમાજને આપવામાં આવતી નથી. આ બાબતે અગાઉ પણ ભરૂચ સાંસદ મનસુખ વસાવાને તા.06/04/2021ના રોજ લેખિત રજુઆત કરવામાં આવેલ પણ તેનો આજદિન સુધી પ્રત્યુતર મળેલ નથી. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા રજુ કરેલ પેકેજ સ્વીકારવાનીસંમતિ આપવામાં આવશે તો જ રોજગારી પુરી પાડવામાં આવશે તેમ મૌખિક જણાવેલ જે કુટુંબોએ સંમતિ આપેલ નથી.

અન્ય સમાચારો પણ છે...