તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:નર્મદામાં ધો.10 અને12ના રિપીટર 5782 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજપીપળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની બોર્ડની જાહેર
  • પરીક્ષા શરૂ થતાના 30 મિનીટનાં સમયગાળામાં વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે

આગામી 15 મી જુલાઇ 21 થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- 10 (SSC) અને 12 (HSC) સામાન્ય , વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ માટેની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાય અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવા સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લાઓ કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેકટરાલય ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની યોજાયેલી બેઠકમાં જિલ્લા વહિવટીતંત્ર પરીક્ષાતંત્ર દ્વારા ધડી કઢાયેલા સુચારા એક્શન પ્લાન મુજબ પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા સૌ કોઇને સોંપાયેલી પરીક્ષાલક્ષી કામગીરી ચોકસાઇપૂર્વક કરવાની સાથે જે તે જવાબદારી સુપેરે નિભાવવા તમામ કર્મચારીઓ ને એચ કે વ્યાસે ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું કે, આ પરીક્ષા સંબંધી આગોતરી તમામ પ્રકારની તૈયારીઓ અને આયોજન સરકારની કોવિડ-19 ની માર્ગદર્શિકા અને S.O.P. ને ધ્યાનમાં રાખીને કરાયેલ છે. ધો.10 SSC ના પરીક્ષા કેન્દ્રો જિલ્લાના તમામ તાલુકા મથકે ફાળવેલ છે, જ્યારે ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરીક્ષા કેન્દ્રો જિલ્લા મથક રાજપીપલા ખાતે ફાળવવામાં આવેલ છે.

હાલની કોવિડ-19 ની પરિસ્થિતિ મુજબ S.O.P. ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાની પરીક્ષાના સ્થળ સંચાલકો અને કર્મચારીઓને સૂચના અપાઇ છે તેમજ વિદ્યાર્થીઓની હોલ ટિકીટમાં તમામ સૂચના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા અપાયેલ છે, તે પૈકી પરીક્ષા શરૂ થયા બાદ જો વિદ્યાર્થી મોડા પડે તો પણ પરીક્ષા શરૂ થયાના સમયથી 30 મિનીટ સુધીનાં સમયગાળામાં વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે,જેની વિદ્યાર્થીઓને ખાસ નોધ લેવા વિનંતી કરાઇ છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારનો વિક્ષેપ કે મુશ્કેલી ન પડે અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાવના એસ.ટી વિભાગ, પોલીસ વિભાગ, ડિજીવીસીએલ જેવા વિભાગોને વિશેષ લક્ષ આપી ખાસ તકેદારી રાખવાની પણ વિશેષ સૂચનાઓ જિલ્લા પ્રસાશન ધ્વારા અપાઇ છે.

8 પરીક્ષા કેન્દ્રોની 23 બિલ્ડીંગમાં પરીક્ષા આપશે
બેઠકમાં અપાયેલી જાણકારી મુજબ બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં જિલ્લા ભરમાંથી કુલ-5,772 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ-10 SSC માં જિલ્લામાં 06 પરીક્ષા કેન્દ્રો ખાતે 3,687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તે માટે 15 પરીક્ષા બિલ્ડીંગોમાં 185 બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- 12 HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 1 પરીક્ષા કેન્દ્ર ખાતે 1,438 પરીક્ષાર્થીઓ બેસશે, જે માટે 04 બિલ્ડીંગમાં 72 બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- 12 HSC વિજ્ઞાન પ્રવાહના રાજપીપલા ખાતેના 01 પરીક્ષા કેન્દ્રના 33 બ્લોક નક્કી કરાંયા છે, જેમાં 647 વિદ્યાર્થીઓ 04 ળી કુલ 23 બિલ્ડીંગમાં પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે...