તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:નર્મદામાં 50 હેલ્થ વર્કર્સને 2 માસથી પગાર ન ચૂકવાતા હડતાલ પર ઉતર્યા

રાજપીપળા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. - Divya Bhaskar
આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
  • આઉટ સોર્સિંગ એજન્સી હેઠળ કામ કરતા હેલ્થ વર્કર પગારથી વંચિત
  • આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી

નર્મદા જિલ્લામાં આઉટ સોર્સિંગથી ખાનગી એજન્સીમાં કામ કરતી 50 જેટલી ફિમેલ હેલ્થ વર્કરો ને છેલ્લા 2 મહિના થી પગાર મળ્યો અને પગાર પણ જે નિયમ મુજબ આપવાનો હોય એના કરતાં ઓછો આપવામાં આવે છે. જેથી આ ફિમેલ હેલ્થ વર્કર્સ રોષે ભરાઈ ને જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી બન્નેને રજુઆત કરી આ સમસ્યા નો ઉકેલ લાવવા રજુઆત કરી હતી.

કોરોનામાં સૌથી વધુ દર્દીઓની સૌથી નજદીક રહી દવા ઇન્જેક્શન બોટલો ચઢાવી સહિત કોરોના નું ટેસ્ટિંગ પણ આ કર્મચારીઓ કરતી આવી છે. વધુ ઇનસેટિવ આપવા કરતા પગાર પુરેપુરો આપતા નથી. અને હાલ બે મહિનાથી પગાર થયો નથી. ફિમેલ હેલ્થ વર્કર નું કહેવું છે. કે અમે વરમવાર રજૂઆતો કરીએ છે પણ અધિકારીઓ કોઈ સોલ્યુશન કરતા નથી એટલે અમારે આજે હડતાળનું શાસ્ત્ર હાથમાં લેવું પડ્યું અમે.પગાર ની.માંગણી કરીએ છે તો ખાનગી એજન્સી અમને છુટા કરવાની ધમકી આપે છે. એટલે આ સમસ્યા નો ઉકેલ લાવવો જરૂરી છે.

કોરોનાકાળમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ રહી ચૂકેલા આરોગ્ય કર્મીઓ પગારથી વંચિત
નર્મદા જિલ્લામાં વિવિધ આરોગ્યકેન્દ્રો ઉપર આઉટ સોર્સિંગ એજન્સીઓને કર્મીઓ માટે કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો છે. જે એજન્સીઓ હેલ્થ કર્મીઓની ભરતી કરી કામગીરી કરે છે. પરંતુ કોરોના કાળમાં ફ્રન્ટલાઈન વોરિયર રહી ચૂકેલા આરોગ્યકર્મીઓને જ એજન્સીએ છેલ્લા 2 મહિનાથી પગાર નથી ચૂકવ્યો. અનેક વખતની રજૂઆત છતાં પગાર નહીં મળતાં આ કર્મીઓની સ્થિતિ કથળી છે. વહેલી તકે પગાર ચૂકવી આપવા માંગ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser